અકસ્માત:કાલિયાવાડી પાસે કાર-મોપેડ વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના હાંસાપોર ગામે રહેતા વૃદ્ધ નવસારીમાં સામાજિક કામ માટે આવ્યા હતા. કાલિયાવાડી નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે કારે તેમના મોપેડ ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

જલાલપોર તાલુકાના હાંસાપોર ગામે રહેતા રમેશભાઈ કટારીયાએ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના પિતા ઠાકોરભાઈ કટારીયા (ઉ.વ. 85) ઘરેથી મોપેડ (નં. GJ-05-BK-7592) લઈને કબીલપોરમાં રહેતો તેમના મોટા પુત્રને મળવા જતા હતા. દરમિયાન કાલિયાવાડી કલેકટર કચેરી પાસે એક વાદળી રંગની કાર (નં. GJ-15-CD- 4957)ના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી ઠાકોરભાઈના મોપેડને ટક્કર મારી હતી. જેથી ઠાકોરભાઈ રોડ પર ફંગોળાતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે નવસારી અને બાદમાં સુરતની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થતા પીએસઆઈ એન.બી.સોલંકી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...