તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોન્સ્ટેબલ બન્યો 'દેવદૂત':નવસારી રેલવે સ્ટેશન પર દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેનમાં ચઢવા જતા માતા-પુત્ર ટ્રેન નીચે ફસાઈ તે પહેલા જ RPF જવાને બચાવ્યા

નવસારીએક મહિનો પહેલા
  • રેલવે વિભાગ દ્વારા જવાનની બહાદુરીને વીડિયો ટ્વિટ કરવામા આવ્યો
  • મૂળ ઓજલ માછીવાડના રહેવાસી કોન્સ્ટેબલ એ બહાદુરી બતાવી

નવસારી રેલવે સ્ટેશન પર આજે સવારે પોણા નવ વાગ્યાના અરસામાં બનેલી એક ઘટનાએ પ્લેટફોર્મ પર ઉપસ્થિત લોકોના જીવ ઊંચા કરી દીધા હતા. સ્ટેશન પરથી ઉપડી રહેલી મેમુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલા માતા-પુત્ર ફસડાઈને ટ્રેન નીચે ફસાઈ જાય તે પહેલા જ RPFનો જવાન દેવદૂત બની આગળ આવ્યો હતો.

નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી મહિલા અને પુત્ર ટ્રેનમાં ચઢવા જતા હતા ત્યાં ટ્રેન ચાલુ થઈ જતા તેઓ ટ્રેન અને પાટાની વચ્ચે ફસાઈ જતા આરપીએફના કોન્સ્ટેબલે બહાદુરી બતાવી તેમનો જીવ બચાવ્યો હતો. આ ઘટના પશ્ચિમ રેલવેના આરપીએફમાં ફરજ બજાવતા અને જલાલપોર તાલુકાના ઓંજલ-માછીવાડના રહેવાસી કોન્સ્ટેબલે બહાદુરી બતાવી તે ઘટનાના સીસીટીવી ફુટેજ ઓફિશયલ સોશિયલ મીડિયા પર મુકાતા આ રેલવેકર્મી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

ઘટનાની વાત કરીએ તો નવસારી રેલવે સ્ટેશને સુરત જતી મેમુ ટ્રેન સવારે 8:50 વાગ્યે આવી હતી. ગણેશ સિસોદ્રામાં રહેતી 22 વર્ષીય મહિલા તેમના દોઢ વર્ષીય પુત્ર સાથે મેમુ ટ્રેનમાં ચઢવા માટે પ્રયત્ન કરતી હતી ત્યારે અચાનક ટ્રેન ચાલુ થઈ જતા મહિલા-પુત્ર સાથે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતા ભયજનક સ્થિતિ ઉભી થઇ હતી. એ સમયે ડ્યૂટી પરના આરપીએફ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ટંડેલે આ દૃશ્ય જોતા સમયસૂચકતા વાપરીને બહાદૂરીપૂર્વક માતા-પુત્ર ટ્રેનની અડફેટે ચઢે તે પહેલા તેમને પ્લેટફોર્મથી દૂર કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓ અંકલેશ્વર જવાના હતા ત્યારબાદ બીજી ફાસ્ટ ટ્રેનમાં આ મહિલા અને તેના બાળકને બેસાડીને રવાના કર્યા હતા.

મૂળ જલાલપોર તાલુકાના ઓંજલ-માછીવાડ ગામમાં રહેતા RPF કોન્સ્ટેબલ હર્ષદ ટંડેલની બહાદૂરીના સીસીટીવી ફુટેજ RPFના ટ્વીટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કર્યો છે અને વેસ્ટર્ન રેલવે દ્વારા પોલીસકર્મીને રિવોર્ડ મળે તે માટે કેન્દ્રમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હર્ષદ ટંડેલના બહાદુરીભર્યા કાર્ય બદલ તેમને ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા જવાને પળભરનો વિચાર કર્યા વગર મહિલા અને તેના પુત્રને પ્લેટફોર્મ તરફ ખેંચી લેતા બંનેનો જીવ બચ્યો હતો.નવસારી રેલવે સ્ટેશન પર એક મહિલા અંકલેશ્વર જવા માટે નીકળી હતી ત્યારે સ્ટેશન પર આવી પહોંચેલી મેમુ ટ્રેન ઉપડી જતા મહિલા ટ્રેન પર પકડવાના પ્રયત્ન કરવામાં તે ટ્રેન નીચે ફસડાઈ જવાની સ્થિત ઉભી થઇ હતી. જેથી સમય સૂચકતા વાપરીને સ્ટેશન પર હાજર રેલ્વે પ્રોટેકશન ફોર્સના જવાનએ બહાદુરી બતાવી મહિલા અને તેના બાળકનો જીવ બચાવ્યો હતો.

જે વીડિયો રેલવે ના ટ્વીટર મુકાયો છે.નવસારી રેલવે સ્ટેશન પરથી સવારે 8:31 મિનિટે દરરોજ મેમુ ટ્રેન સુરત જવા માટે ઉપડે છે ત્યારે સવારે 8:50 એ નવસારી સ્ટેશન પર આવી હતી ત્યારે ગણેશ સિસોદ્રા ખાતે રહેતી 22 વર્ષીય મહિલા નફીસા (નામ બદલ્યું છે) અને દોઢ વર્ષીય પુત્ર સાથે શરૂ થયેલી મેમુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન જોખમી બન્યો હતો,ત્યારે મહિલા પુત્ર સાથે ટ્રેનમાં નીચે ગરકાવ થવાની સ્થિતિ ઉભી થઇ હતી ત્યારે પ્લેટફોર્મ ડ્યૂટી પર હાજર RPF કોન્સ્ટેબલ હર્ષદ દામભાઈ ટંડેલ એ સમયસૂચકતા વાપરીને બહાદુરી પૂર્વક બાળક સહિત મહિલાને પ્લેટફોર્મ ના કિનારાથી દૂર કરી હતી. ચાલુ ટ્રેન પકડવાની લ્હાયમાં અકસ્માતના આંકડાઓ ચોંકાવનારા છે,છતાં પણ મુસાફરો પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેન માં ચઢવાનો જોખમી પ્રયત્ન કરતા હોય છે,

ત્યારે મૂળ નવસારીના ઓજલ માછીવાડ ગામમાં રહેતા RPF કોન્સ્ટેબલ હર્ષદ ટંડેલ એ પોતાની ફરજ અદા કરીને મહિલા અને તેના પુત્રને જીવનદાન આપ્યું હતું.ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલા નફિસાને ઇન્ટરસિટી ટ્રેનમાં પહોંચાડવાની સુવિધા RPF દ્વારા કરવામાં આવી હતી,હર્ષદ ટંડેલ ના બહાદૂરી બદ્દલ RPF ના ટ્વીટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કર્યો છે અને વેસ્ટર્ન રેલવે દ્વારા પોલીસકર્મીને રિવોર્ડ મળે તે માટે કેન્દ્રમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે,હર્ષદ ટંડેલના બહાદુરી ભર્યા કાર્ય બદ્દલ તેમને ચારેકોર થી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

બહાદુરી એવોર્ડ માટે રજૂઆત કરાશે
જલાલપોરના યુવાનની બહાદુરીનો કિસ્સો જોયા બાદ બે લોકોના જીવ બચાવનાર આ રેલવે પોલીસકર્મીનું સન્માન કરીશું. તે પહેલાં મુંબઈ રેલવેના ડીઆરએમને મળી આ યુવાનને બહાદુરી એવોર્ડ મળે તે માટે રજૂઆત કરીશ.આવા કિસ્સાઓમાં જવાનને પ્રોત્સાહિત કરાશે તો અન્ય જવાનોને પણ તેની પ્રેરણા મળશે. > સંજય શાહ, મેમ્બર, DRUCC પ.રે. વિભાગ

અન્ય સમાચારો પણ છે...