અકસ્માત:ખેરગામથી રિક્ષામાં બેસી ચીખલી જતા પરિવારને અકસ્માત, 1નું મોત

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેક્ટરના ટ્રેલર સાથે અથડાતા પિયાગો રીક્ષા પલ્ટી ગઇ

ખેરગામના દાદરી ફળીયા ખાતે રહેતો પરિવાર ચીખલી તાલુકાના બામણવેલ જવા માટે ખેરગામથી રિક્ષામાં બેસીને જતા હતા,તે દરમ્યાન સામેથી ઝડપથી આવી રહેલી એક બાઇક ઉપર પિયાગો રીક્ષા ચાલકનું ધ્યાન જતા આગળ ચાલતા ટ્રેલરમાં રીક્ષા અથડાતા અંદર બેઠેલાને ઇજા પહોંચી હતી. જેમાં ખેરગામના 31 વર્ષીય યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજતા તેના પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી.

ખેરગામના દાદરી ફળીયા ખાતે રહેતા તનુજાબેન વિજયભાઈ રાઠોડે ખેરગામ પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ તેઓ તા.16 નવેમ્બરના રોજ તેમના પતિ વિજયભાઈ અને છોકરાઓ સાથે પોતાના પિયર બામણવેલ જવા માટે સવારના સાડા દશેક વાગ્યે ખેરગામ પોસ્ટ ઓફીસ પાસેથી ચીખલી જતી રિક્ષામાં બેઠા હતા. દરમ્યાન ચીખલી ખેરગામ રોડ ઉપર વાડ ઊંચાબેડા પાસે સામેથી એક બાઇકવાળો આવતો હોય અને તેમની રિક્ષાની આગળ ટ્રેકટર ટ્રેલર ચાલતું હતું, તે દરમ્યાન મોટર સાયકલ ચાલક ઝડપથી જતા પિયાગો રિક્ષાચાલકનું તેના ઉપર ધ્યાન જતા પોતાની પિયાગો આગળ ચાલતા ટ્રેલરના પાછળના ભાગે અથડાતા પિયાગો પલ્ટી મારી ગઈ હતી અને અંદર બેઠેલા રોડ પર પટકાયા હતા. જેમાં તનુજાબેનને તથા તેમના પુત્ર અને ચાલકને ઇજા થઇ હતી,

પરંતુ તેમના પતિ વિજયભાઈને માથામાં, ડાબા હાથે, પગે, થાપમાં અને પેટના ભાગે ગુપ્ત ઇજા થઇ હતી. જે તમામને સારવાર માટે 108 બોલાવી આલીપોર ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં વિજયભાઈ રાઠોડનું સારવાર દરમ્યાન આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. આ મામલે મારનાર વિજયભાઈની પત્નીની ફરિયાદના આધારે પિયાગો રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ખેરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...