તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • AC Coaches Will Now Run Along With 'Bapu Ki Train' Running On Narrow Gauge Route Of Bilimora Wadhai, Successful Trial Of Railway Department

નવું આકર્ષણ:બીલીમોરા-વધઈના નેરોગેજ રૂટ પર દોડતી 'બાપુ કી ટ્રેન' સાથે હવે એસી કોચ પણ દોડશે, રેલવે વિભાગનું સફળ ટ્રાયલ

નવસારી23 દિવસ પહેલા
ઐતિહાસિક ટ્રેનમાં જોડાશે એસી કોચ
  • નેરોગેજ રૂટ પર 3 એસી કોચ દોડાવવાનું રેલવે વિભાગનું આયોજન
  • બીલીમોરા-વધઈ વચ્ચે ગાયકવાડી શાસનમાં ટ્રેનની શરૂઆત થઈ હતી

નવસારી અને ડાંગ જિલ્લા વચ્ચે 110 વર્ષથી દોડતી બીલીમોરા-વધઈ નેરોગેજ ટ્રેનને લઈ પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. કુદરતી સોંદર્યની વચ્ચેથી પસાર થતી આ ટ્રેનના માધ્યમથી પ્રવાસીઓને આકર્ષવા રેલવે વિભાગે નિર્ણય કર્યો છે. ત્યારે આજે આ રૂટ પર દોડતી ટ્રેનમાં રેલવે વિભાગ દ્વારા એસી કોચનું ટ્રાયલ રન કરવામા આવ્યું હતું.જે સફળતાપૂર્વક પાર પડતા આગામી દિવસોમાં રેલવે વિભાગે કુલ 3 એસી કોચ દોડાવવાનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે.

રેલવે વિભાગ દ્વારા આજે એસી કોચનું ટ્રાયલ કરાયું
રેલવે વિભાગ દ્વારા આજે એસી કોચનું ટ્રાયલ કરાયું

બીલીમોરા-વધઈ નેરોગેજ ટ્રેન એક સમયે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો
કોરોના કાળ દરમિયાન નેરોગેજ આર્થિક રીતે નુકસાની કરતી હોવાના કારણ સાથે પશ્ચિમ રેલવે દ્વારા રાજ્યમાં 11 સ્થળોએ દોડતી નેરોગેજ ટ્રેન બંધ કરવામાં આવી હતી. પરંતુ નવસારીના બીલીમોરાથી જતી બીલીમોરા - વઘઇ નેરોગેજ ટ્રેન 110 વર્ષ જૂની તેમજ ટ્રાયબલ વિસ્તાર સાથે જોડાયેલ ઐતિહાસિક ટ્રેન હોય જેને લઇ બંધ કરવાનો નિર્ણય મોફુક રખાયો હતો. પરંતુ હવે પશ્ચિમ રેલવેએ ઐતિહાસિક નિર્ણય કરી ખાસ પર્યટકો માટે એસી કોચ નું ટ્રાયલ રન આજે પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે સફળતા પૂર્વક પાર થતા જ વધુ 3 એસી કોચ સાથે પર્યટકો માટે દોડાવવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવશે.

વઘઈ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર
વઘઈ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર

ગાયકવાડી શાસનથી દોડી રહી છે ટ્રેન
ગાયકવાડી રાજમાં ડાંગના જંગલોમાંથી સાગી લાકડા લાવવા, અંગ્રેજોએ શરૂ કરેલી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન આર્થિક નુકસાની કરતી હોવાના કારણે પશ્ચિમ રેલવેએ અગાઉ ગત 10 ડિસેમ્બરના રોજ બંધ કરી હતી પરંતુ. બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન આદિવાસીઓ માટે જીવાદોરી સમાન હતી. આ સાથે આ ટ્રેન ઐતિહાસિક ધરોહર હોવાથી પ્રવાસીઓને પણ આકર્ષિત કરી રહી હતી. આદિવાસીઓ પોતાની ખેત પેદાશો શહેરો સુધી પહોંચાડવાથી લઇને ધંધા-રોજગાર અને નોકરીએ જવા માટે પણ નેરોગેજ ટ્રેનનો ઉપયોગ કરતા હતા જેથી પશ્ચિમ રેલવે દ્વારા ફરી આ ટ્રેન પ્રવાસીઓને આકર્ષવા માટે આવી રહી છે.

એસી કોચની અંદરની બેઠક વ્યવસ્થા
એસી કોચની અંદરની બેઠક વ્યવસ્થા

આર્થિક ખોટનું કારણ આગળ ધરીને આ ટ્રેન ડિસેમ્બરમાં બંધ કરવામાં આવી હતી પણ સ્થાનિક આદિવાસી લોકોની માંગ સાથે ધારાસભ્ય અનંત પટેલએ ધરણાં પ્રદર્શન કરતા ટ્રેન ફરીવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો,ત્યારે રેલવે વિભાગ ન માત્ર ટ્રેન શરૂ કરી છે પણ તેને નવો લુક આપી એસી કોચ જોડીને આરામદાયક અને વાતાનુકુલીત વાતાવરણમાં જંગલ વિસ્તાર માંથી પસાર થતી ટ્રેન અલગ અનુભૂતિ આપશે,આ ટ્રેન ઉનાઈ માતા મંદિરમાં દર્શન કરતા દર્શનાર્થીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.

પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ
બીલીમોરા-વધઈ રૂટ પર બંને બાજુ રહેલા કુદરતી સોંદર્યને નિહાળવાનું અનેરું આકર્ષણ છે. ત્યારે પ્રવાસનની દ્રષ્ટિએ જ રેલવે વિભાગે નેરોગેજ રૂટ પર ખાસ એસી કોચ તૈયાર કરી પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. રેલવે વિભાગ દ્વારા નેરોગેજ રૂટ પર દોડી શકે તેવો ખાસ એસી કોચ તૈયાર કર્યો છે. જેમાં ટુ બાય વન સીટીંગની વ્યવસ્થા કરવામા આવી છે. કોચમાં મોટા ગ્લાસ ફીટ કરવામા આવ્યા છે. જેથી પ્રવાસીઓ અંદર બેસીને જ આસપાસનું કુદરતી સોંદર્ય માણી શકે.

અન્ય સમાચારો પણ છે...