ગાંધી એન્ડ કંપની:નવસારી શહેરની શાળાના 1500 જેટલા બાળકોએ ગાંધીજીના જીવન આધારિત ફિલ્મ નિહાળી, રોજના 2 શો યોજાય છે

નવસારીએક મહિનો પહેલા

આધુનિક યુગમાં બાળકોને અહિંસા અને સત્યના પાઠ શીખવા મળે તે માટે ગાંધીજીના જીવનમૂલ્યો પર આધારિત બનેલી ફિલ્મ ગાંધી એન્ડ કંપની ફિલ્મ નવસારી શહેરના વિદ્યાર્થીઓને બતાવવામાં આવી રહી છે જેમાં છેલ્લા 3 દિવસમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓએ દાંડીવાડમાં આવેલી લક્ષ્મી ટોકીઝમાં નિહાળી છે.

શાળાના વિધાર્થીઓને શૈક્ષણિક રીતે ગાંધીજીના પાઠ તો ભણાવવામાં આવે છે પરંતુ ફિલ્મ અને વિડ્યો ના માધ્યમથી બતાવવામાં આવતી વાર્તા વધુ સહેલાઈથી જીવનમાં ઉતરે છે જેથી નવસારી શહેનરની પ્રાથમિક શાળાના બાળકોને આ ફિલ્મ નિહાળી છે.લક્ષ્મી મલ્ટીપ્લેકશ ખાતે રોજના 2 શો યોજવામાં આવે છે.રોજના અલગ અલગ શાળાના બાળકોને વારાફરતી ફિલ્મ બતાવવામાં આવી રહી છે અને બાળકો પણ ઉત્સાહ ઉમંગ સાથે આપેલ જોઈ રહ્યા છે આ ફિલ્મની વાર્તા કોમેડી સાથે ગાંધીજીના સત્ય અહિંસાના પાઠ શીખવી જાય છે જેથી બાળકો હોશે હોશે આ ફિલ્મ નિહાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...