તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:અભયમની ટીમે સાસરેથી ગુમ થયેલી મહિલાને પરિવારને સોંપી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી નવસારીના એક નાગરિક દ્વારા 181માં ફોન કરી જણાવેલુ કે કોઈ મહિલા તેમના ઘરની આજુબાજુ આંટાફેરા કર્યા કરે છે તે કયાંની છે એની ખબર નથી જેથી મદદ કરવા જણાવ્યું હતું. જેથી 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાનુ કાઉન્સેલિંગ કરતા જણાવેલું કે નવસારીમાં રહુ છું. મારા સાસરીવાળા માનસિક ત્રાસ આપે છે અને પતિ પણ સાથ આપતા નથી. અને મારે બે બાળક છે પરંતુ તેઓ તેને મેન્ટલ સમજી ભગત-ભુવા પાસે લઈ જાય છે અને રાખવા માંગતા નથી. આથી હું ઘરથી નીકળી આવી પરંતુ મોડી રાત્રે કંઈ સમજ નહીં પડતા ગભરાઈ ગઇ હતી.

181 અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી સમજાવેલું કે સાસરીમાં તમારો હક કહેવાય અને તમારી સાસુને સમજાવાની જવાબદારી અમારી છે તેમ સમજાવી, મહિલાને તેમના ઘરે લઈ ગયા હતાં. તેમની સાસુને બોલાવી પૂછપરછ કરતાં જણાવેલ મહિલા મેન્ટલ છે તેવું જણાવતા અભયમ ટીમે તેમની પાસે મેન્ટલ હોવાના સર્ટિ. માંગી, તેમના સાસુને સમજાવેલ કે સર્ટિ. વગર તમે મેન્ટલ સાબિત નહીં કરી શકો.

સાથે સાથે કાયદાકીય માહિતી આપી સમજાવેલુ કે હવે પછી મહિલાને માનસિક ત્રાસ આપવા તેમજ ઘરમાંથી કાઢી મૂકવું નહીં. જો ફરી તેમ કરશો તો ગુનો દાખલ થશે તેમ સમજાવતા તેમની સાસુ સમજી ગઇ હતી. મહિલાના પતિ હાજર નહીં હોવાથી તેમને પણ ફોન પર સમજાવી સારી રીતે રાખવા જણાવ્યું હતું. આમ 181 અભયમ ટીમની જહેમતથી મહિલાને પરિવારને સુરક્ષિત સોંપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...