24x7 અભયમ હેલ્પલાઇન 181:‘અભયમ’ નવસારી જિલ્લાની મહિલાઓ માટે સુરક્ષા કવચ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 વર્ષમાં સલાહ-સૂચન, મદદ અને માર્ગદર્શનના 21880 કોલ મળ્યા, 5518 જેટલી સ્થળે મહિલાને મદદ પૂરી પાડી

નવસારી જિલ્લામાં પણ મહિલા હેલ્પલાઇન અભયમ 181ના 8 વર્ષ પૂર્ણ થયા છે. મહિલાઓની સમસ્યા માટે નવસારી 181 અભયમ ટીમના કાઉન્સેલર અને પીસીઆર વાન સ્ટાફને કારણે આ સેવાને સારી સફળતા મળી છે.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, અને EMRI GHS દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ‘181 અભયમ મહિલા હેલ્પલાઈન’ શરૂ કરવામાં આવી હતી. નવસારી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 8 વર્ષમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં સલાહ-સુચન, મદદ અને માર્ગદર્શન માટે 21,180 કોલ અને 5518 મહિલાઓને મદદ પુરી પાડી છે.

181 હેલ્પલાઇનની વિશેષતા
મહિલાઓ સાથે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સૂચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવા આપતી હેલ્પલાઇન કાર્યરત કરી છે. પિડિત મહિલાને ટૂંકા અને લાંબાગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું તેમજ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાની પ્રા. માહિતી પૂરી પાડવી.

આવી હિંસામાં મદદ મળી શકે
મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતિય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો), શારિરીક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતિય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઇઓની પ્રાથિમક માહિતી, માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવા) આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો)

વર્ષ 2018થી અભયમ એપ્લિકેશન પણ ઉપલબ્ધ કરાવાય
રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહીં શકાય તેવી ઇન્ટીગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન 2018 બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...