પેપર લીક મામલો:ગાંધીનગરમાં સોમવારે થયેલા હોબાળા બાદ નવસારીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર જઈને દેખાવ ન કરે તે માટે અટકાયતી પગલા ભરાયા
  • રાત્રિથી આપના કાર્યકોરને ડિટેન કરવામાં આવ્યાં

રાજ્યમાં પેપર લીક કાંડ મામલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના કાર્યલયમાં પહોંચીને દેખાવ તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે નવસારી શહેરના આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોની અટકાયતી કરવામાં આવી છે. સંભવિત રીતે જિલ્લા આપના કાર્યકરો ગાંધીનગર જઇને દેખાવ ન કરે તેને લઈને તકેદારીના ભાગરૂપે કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

પેપર લીક કાંડ મામલે ગુજરાતમાં હાલમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને લઈને રાજ્યની ભાજપ સરકાર પર હુમલો કરવાની શરૂઆત કરી છે. જેને પગલે ગઈકાલે ગાંધીનગરમાં આવેલા કમલમ કાર્યાલય પર પહોંચીને આમ આદમી પાર્ટીના કાર્યકરો એ દેખાવ કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો ગાંધીનગર ન પહોંચે તેને લઈને સરકારે પગલાં લેવાની શરૂઆત કરી છે.

નવસારી શહેરના આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં લાવીને અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. સંભવિત રીતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો ગાંધીનગર જઇને દેખાવ ન કરે તેને લઈને તકેદારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં લાવીને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...