અટકાયત:ખેડૂત ભૂખ હડતાળને આપનું સમર્થન, નવસારી જિલ્લા પ્રમુખની અટકાયત

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આપ જિલ્લા પ્રમુખ ચંદ્રકાંત રાણાની વિજલપોર પોલીસે અટકાયત કરી

કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લા 19 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. આજે આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે. આ ભૂખ હડતાળને ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જોકે નવસારી જિલ્લામાં આપ દ્વારા કોઇ કાર્યક્રમ કરાય એ પૂર્વે જ જિલ્લા પ્રમુખ ચંદ્રકાંત રાણાની વિજલપોર પોલીસે અટકાયત કરી છે.

ઘરેથી અટકાયત કરવામાં આવી
નવસારી જિલ્લામાં પણ પોલીસ દ્વારા ખેડૂત આંદોલનને લઈને ચાકચોબંધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચંદ્રકાન્ત રાણાની વહેલી સવારે 6 વાગ્યે તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. ભૂખ હડતાળમાં કોઈપણ 'આપ'નો કાર્યકર્તા ન જોડાય અને શહેર તથા જિલ્લામાં કોઈપણ કાર્યક્રમ ન યોજાય તે માટે રાજ્ય સરકારે પૂરતી તકેદારી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...