મોતની છલાંગ:વિજલપોરમાં રહેતા યુવકે સાલેજ ગામ પાસે અંબિકા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનવાડી ગામ માંથી પસાર થતી અંબિકા નદી ના પુલ ઉપરથી નીચે ઉતરી પાણીમાં મોતની છલાંગ લગાવનાર 30 વર્ષીય પ્રવીણ કેવડા પટેલ નું પાણીમાં ડૂબી જવાથી મોત થતા. છેલ્લા બાર કલાકથી ગણદેવી ફાયર ની ટીમ યુવાનના લાશની શોધખોળ કરી રહી હતી ત્યારે આજે સાંજે લાશ મળતા પરિવારને જાણ કરવામાં આવી હતી.ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વિજલપોર ખાતે આવેલા સાઈ ચેમ્બર્સ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય પ્રવીણ પટેલને પરિવારમાં એક પત્ની અને બે બાળકો છે યુવાન નવસારીના રૂબી કોમ્પલેસ ખાતે ડાયમંડ ઓફિસમાં નોકરી કરતો હતો ત્યારે આજે સોનવાડી પુલ આવીને પોતના તે દરમિયાન અગમ્ય કારણોસર સોનવાડી પાસે આવેલી અંબિકા નદી પાસેના બ્રિજ પર પહોંચીને બાઈક મોબાઈલ તથા અન્ય સામગ્રી બાઇકમાં મૂકી નીચે ઉતરી ને છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર 12 કલાકની જહેમત એ યુવાનની લાશ શોધી કાઢતા બહાર કાઢી હતી ત્યારબાદ યુવાનની ઓળખ થતા પરિવારને જાણ કરવામાં આવી હતી.

યુવાનના આપઘાત ને લઈને કોઈ ચોક્કસ જાણકારી પરિવારને પણ ન મળતા હાલ ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કર્યો છે યુવાનના આપઘાતથી તેના બે દીકરાઓ અને પત્ની નો આધાર છીનવાયો છે

અન્ય સમાચારો પણ છે...