દુર્ઘટના:લાઈટીંગનું કામ કરતો યુવાન પટકાયો, ગંભીર ઇજાથી મોત

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાદી ગ્રાઉન્ડમાં સીડી પર ચઢ્યો હતો

નવસારીમાં ખાદી ગ્રાઉન્ડ પાસે આવેલ મેળામાં લાઈટીંગનું કામ કરતી વેળાએ અકસ્માતે પડી જતા યુવાનને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે પહેલા નવસારીની હોસ્પિટલમાં અને ત્યારબાદ સુરત ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.

પંચમહાલ ખાતે રહેતા ભૂરાભાઈ ગુલાબ પટેલિયાએ ટાઉન પોલીસમાં માહિતી આપતા જણાવ્યું કે, તેમના ભાઈ નારણવતભાઇ ગુલાબભાઇ પટેલીયા ઉ.વ.36 રહે. છોગાળા ગામ તા.શહેરા જી.પંચમહાલ ગત 31 ઓક્ટોબરના રોજ સવારે 12 વાગ્યાના સુમારે ટાટા હોલની બાજુમાં આવેલ ખાદી ગ્રાઉન્ડ ખાતે લાઇટીંગનું કામ કરતી વખતે સીડી પરથી નીચે પડી જતા તેને કપાળના ભાગે, જમણી આંખના ભાગે તથા છાતીના ભાગે ઇજા થતા તેની પ્રથમ સારવાર નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે કરાવી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઘટનાની વધુ તપાસ અહેકો તરુણભાઈ જોગીભાઈ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટાટા હોલ પાસે આવેલા ખાદી ગ્રાઉન્ડ પાસે અવારનવાર મેળો લાગતો હોય મોટી સંખ્યામાં દુકાનદારો પોતાની દુકાન લગાવવા આવતા હોય છે. આ મેળામાં લાઇટીંગની વ્યવસ્થા પણ કરવાની રહેતી હોવાથી અગાઉથી જ આ કામગીરી શરૂ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...