ચાલુ ટ્રેનમાંથી પટકાયો:નવસારીના તવડી પાસે ટ્રેનના દરવાજા પાસે બેઠેલો યુવક નીચે પટકાયો, પગમાં ગંભીર ઇજાઓ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને વધુ સારવાર માટે સુરત સિવીલમાં ખસેડાયો

ટ્રેનના દરવાજા પાસે બેસીને મુસાફરી કરવી ક્યારેક મોંઘી પડી શકે છે. ત્યારે આવા જ પ્રકારનો ગંભીર અકસ્માત નવસારીના યુવાન સાથે બનવા પામ્યો છે. સુરત બાંદ્રા ટ્રેનમાં તવડી પાસે પહોંચેલી ટ્રેનના દરવાજા પાસે બેઠેલો યુવાન નીચે પટકાતા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સ્ટેશનને અડીને આવેલા ગારડા ચાલમાં રહેતો 36 વર્ષીય નિતીન પ્રેમજીભાઈ કોળી સુરત ખાતે ડાયમંડ કંપનીમાં નોકરી કરે છે અને નવસારીથી સુરત અપડાઉન કરે છે. ત્યારે પોતાની નોકરી પૂર્ણ કરીને સુરતથી બાંદ્રા તરફ જતી ઈન્ટરસીટી ટ્રેનમાં બેસી નવસારી આવવા રવાના થયો હતો.

દરવાજા પાસે બેસીને પ્રવાસ કરતો હતો તે દરમિયાન નવસારી રેલવે સ્ટેશનના આશરે 3 કિલોમીટર પહેલા આવતા તવડી ગામ પાસે નીતિન એકાએક નીચે પટકાયો હતો અને તેના પગમાં ગંભીર ઇર્જાઓ થઈ હતી. ત્યારે ઇન્ટરસિટી ટ્રેનના પાછળ આવતી વિરાર જતી શટલ ટ્રેનના પાયલોટને આ યુવાન દેખાતા તેને સારવાર અર્થે તાત્કાલિક નવસારી સિવિલ લાવી પ્રાથમિક સારવાર આપી હતી. આ યુવાનના સંભવિત રીતે પગ કપાયા છે. એટલે વધુ સારવાર માટે સુરત સિવીલમાં ખસેડાયો છે.

આ યુવાનના પરિવારમાં માતા પિતા અને બે બહેનોની જવાબદારી છે અને અકસ્માત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. ત્યારે જોખમી ટ્રેનની સવારી ક્યારે જીવનભરની લાચારી લાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...