છેતરપિંડી:સોશિયલ મીડિયા થકી સસ્તી ઇંટ લેવા જતા યુવાને નાણાં ગુમાવ્યા

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓનલાઇન પેમેન્ટ લીધા બાદ સુરતના વેપારીએ ફોન બંધ કરી દીધો

નવસારીના તિઘરામાં રહેતા એક યુવાનને ઘર બનાવવા સોશિયલ મીડિયા પર ઈંટ ખરીદવાનું મોંઘું પડ્યું હતું. જેમાં ઇંટના વેપારી તરીકે સુરતના યુવાને ઓળખ આપી હતી. યુપીઆઈ દ્વારા ઈંટના પૈસા લીધા બાદ ઈંટનો જથ્થો નવસારી મોકલાવ્યો હતો. ઈંટ લઈને આવેલા ડ્રાઈવરે પૈસા માંગતા યુવાને વેપારીને ચૂકવી દીધાનું હોવાનું જણાવતા ડ્રાઈવર પરત ઈંટ લઈ ગયો હતો. જેથી નવસારીના યુવાને સુરતના કહેવાતા ઈંટના વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. નવસારીના તિઘરા રોડ પર રહેતા ભુપેન્દ્ર કાંતિલાલ રાઠોડ પરિવાર સાથે રહે છે. એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.

તેમને ઘર બાંધવા ઇંટની જરૂર હોય તેઓએ સોશિયલ મીડિયા પર સુરતના નરેન્દ્ર કનૈયાલાલ શાશ્વત (રહે. સીતારામનગર, સુરત અને ગોડાદરા, સુરત)એ પોતાની ઓળખ JCB બ્રિક્સ માર્કાવાળી ઈંટના વેપારી હોવાનું જણાવ્યુ હતું. તેમણે ભૂપેન્દ્રને વિશ્વાસમાં લીધો હતો. જેથી ભૂપેન્દ્રએ 15 હજાર ઇંટ પ્રતિ ઈંટ રૂ. 6નો ઓર્ડર આપ્યો હતો. બાદમાં સુરતના વેપારીના ખાતામાં ભુપેન્દ્ર રાઠોડે કમ્પ્યૂટરના રિસોર્સ વડે ગુગલ પે વડે રૂ. 6000 જમા કરાવ્યા હતા.

એક દિવસ બાદ ઈંટ લઈને સુરતનો ડ્રાઈવર આવ્યો હતો ત્યારે ઈંટના પૈસા આપવાના કે કેમ ? તેમ જણાવતા ડ્રાઈવરે જણાવ્યું કે તમારે ઈંટના પૈસા અને ભાડું પણ આપવું પડશે તેમ જણાવતા ભુપેન્દ્ર રાઠોડે પૈસા નરેન્દ્ર શાશ્વતના ખાતામાં જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ફોન લગાવતા નરેન્દ્રે પોતાનો ફોન બંધ રાખ્યો હતો. જેને લઈ ઈંટ લઈને આવેલો ડ્રાઈવર પરત ઈંટ લઈ ગયો હતો. આ બાબતે ગ્રામ્ય પોલીસ મથકે ભૂપેન્દ્ર એ નરેન્દ્ર શાશ્વત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. નવસારીમાં સોશિયલ મીડિયામાં સસ્તી વસ્તુ લેવા જતા ક્યારેક લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે પણ મોટેભાગે ફરિયાદ નોંધાવતા નથી.

અન્ય સમાચારો પણ છે...