તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Young Man Living In Navsari Called His Friend And Said, "I Am Rushing To Purna, Inform My Father In The Morning", The Search Continued Even After 10 Hours.

આપઘાતની આશંકા:નવસારીમાં રહેતા યુવકે મિત્રને ફોન કરી કહ્યું-'હું પૂર્ણામાં ઝંપલાવું છું, સવારે પપ્પાને જાણ કરી દેજે', 10 કલાક બાદ પણ શોધખોળ ચાલુ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મિત્રને આપઘાત કરી રહ્યો હોવાનું કહી દર્શન લાપતા બન્યો - Divya Bhaskar
મિત્રને આપઘાત કરી રહ્યો હોવાનું કહી દર્શન લાપતા બન્યો
  • એકનો એક દીકરો ગુમ થતા પરિવાર ચિંતાતુર બન્યો

નવસારી શહેરમાં રહેતો એક યુવાન તેના મિત્રને પૂર્ણા નદીમાં ઝપલાવતો હોવાનો ફોન કરી લાપત્તા બનતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 10 કલાક કરતા વધુ સમયથી નદીમાં શોધખોળ હાથ ધરવામા આવી રહી છે પણ યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી.

10 કલાક કરતા વધુ સમયથી પૂર્ણા નદીમાં શોધખોળ યથાવત
10 કલાક કરતા વધુ સમયથી પૂર્ણા નદીમાં શોધખોળ યથાવત

એકનો એક પુત્ર ગુમ થતા પરિવાર પર આભ ફાટ્યું
શહેરના જલાલપુર વિસ્તાર પાસે આવેલા અમૃતનગરમાં છેલ્લા 25 વર્ષથી રહેતા જીતેન્દ્રભાઈ સાવલિયા કે જે સુરતમાં એમ્બ્રોઇડરી નો વ્યવસાય કરે છે તેમનો એકનો એક દીકરો દર્શન સાવલિયા આમ તો સ્વભાવે શાંત અને મળતાવડીયો હતો. હાલમાં શાળા બંધ હોય તે ધોરણ 12 પાસ કરીને આગળના ભવિષ્ય માટેનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

પોતે પૂર્ણા નદીમાં ઝંપલાવી રહ્યો હોવાની મિત્રને ફોન પર વાત કરી
દર્શન સાવલિયા ગત રાત્રે 8 વાગ્યે 'મિત્રને ઘરે હનુમાન પાઠ કરવા જાઉં છું' તેવું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ પોતાનું એક્સેસ મોટરસાયકલ લઈ વિરાવળ પાસેના પૂર્ણઆ નદીના બ્રિજ પર પહોંચ્યો હતો. અહીંથી જ તેના મિત્રને ફોન કરી કહ્યું હતું કે, 'હું પૂર્ણા નદીમાં ઝંપલાવું છું, તું સવારે પપ્પાને કહી દેજે' આટલું કહીં દર્શને ફોન કટ કરી નાખ્યો હતો.

પૂર્ણા નદી પાસેથી યુવકનું મોટરસાયકલ મળી આવ્યું
પૂર્ણા નદી પાસેથી યુવકનું મોટરસાયકલ મળી આવ્યું

સ્થાનિક વ્યકિતએ એક યુવકને ડૂબતા જોયો
પૂર્ણા નદીની નજીકમાં રહેતા રાજુભાઈ નામના યુવાને એક વ્યકિતને નદીમાં કૂદતા જોયો હતો. તેમના જણાવ્યા મુજબ નદીમાં ઝંપલાવ્યા બાદ અજાણ્યો યુવાન એકવાર બહાર આવ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પણ પાડી હતી.ધોરણ 12 પાસ કરી કોલેજનું પ્લાનિંગ કરી રહ્યો હતો

10 કલાક કરતા વધુ સમયથી શોધખોળ ચાલુ
ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા ફાયરબ્રિગેડની ટીમના 10 જવાનો દસ કલાક કરતા વધુ સમયથી પૂર્ણા નદીમાં યુવકની શોધખોળ કરી રહ્યા છે. પરંતુ, કોઈ પત્તો લાગ્યો નથી. તો બીજી તરફ દર્શનનું મોટરસાયકલ નદી પાસેથી મળી આ્વ્યું છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...