આપઘાત:નવસારીમાં રહેતા રાજસ્થાની યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ પૂર્વે રાજસ્થાનની યુવતી સાથે વાત કરી હતી

મૂળ રાજસ્થાની અને સુરતમાં રહેતા પ્રકાશ ભક્તાવરમલ જૈને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે માહિતી આપી હતી કે તેમના સબંધી દિલીપભાઈ બસંતીલાલ જૈન (ઉ.વ.32, રહે. શ્રી પેલેસ, ફ્લેટ નં. 208, છાપરા રોડ, મૂળ રહે. રામા ગામ રાજસ્થાન)નવસારીમાં એલઇ-ડીનો ધંધો તેમના ભાઈ સાથે કરતો હતો અને હાલ નવસારીમાં એકલો જ રહેતો હતો. 4 અને 5મી જુલાઈની રાત્રિનાં અરસામાં ઘરે એકલો હતો ત્યારે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ તેમના સુરત રહેતા સબંધીઓને થતા તેઓએ આવીને મૃતકની લાશનું પીએમ કરાવીને નવસારી નજીક આવેલા એક ગામ ખાતે અંતિમસંસ્કાર પણ કરી દીધા હોવાની માહિતી મળી છે. નવસારી એફએસએલ અધિકારી એચ.ડી. ચૌધરીએ જણાવ્યું કે મૃતકે જાતે જ ગળે ફાંસો ખાધો હોય તેવું પ્રાથમિક અનુમાન છે. તપાસ કરતા અધિકારી એએસઆઈ અમિતભાઈ સાલ્વેએ માહિતી આપતા જણાવ્યું કે મૃતક દિલીપ જૈનના છૂટાછેડા થઈ ગયા હતા અને દરરોજ રાત્રિનાં સમયે રાજસ્થાનની કોઈ યુવતી સાથે વાત કરતો હતો. આપઘાત કરતા પહેલા મૃતકે આ યુવતી સાથે વાત કરી હતી અને રાત્રિનાં 9.30 વાગ્યા બાદ આ યુવતીનાં મિસ કોલ મોબાઈલમાં દેખાયા હતા. આ યુવતી કોણ છે તે બાબતે માહિતી મંગાવી છે તેને આધારે આપઘાતનું સાચુ કારણ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...