અકસ્માત:કણાઈ ખાડીમાં ઓંજલ માછીવાડનો યુવાન ડૂબ્યો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના ઓંજલ માછીવાડ ખાતે રહેતો બોટના માલિક અકસ્માતે બોટમાંથી દરિયાના વહેણમાં આવી જતા તેનું ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. જલાલપોરના ઓજલ માછીવાડ ખાતે રહેતા બળવંત ફકીર ટંડેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના મહોલ્લામાં રહેતો જગદીશ ભગવાન ટંડેલ (ઉવ 44 ) તેમની બોટમાં રિપેરિંગ કામ માટે તા.28 ઓગસ્ટના રોજ કણાઈ ખાડી પાસે મુકેલ બોટમાં ગયો હતો. કામ પૂરું કરી બોટમાંથી ઉતરતો હતો ત્યારે અકસ્માતે તેનો પગ લપસી ગયો હતો અને દરિયાના વહેણમાં આવી જતા તે ડૂબી ગયો હતો. તેની લાશ કણાઈ ખાડીમાંથી મળી હતી. ઘટનાની વધુ તપાસ પોસઈ કે.એમ વસાવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...