બોલીવુડ સ્ટારના ચાહકો કોઈપણ હદે જઈને તેમને રાજી કરવા અને મળવા માટે પ્રયાસો કરતા હોય છે. ત્યારે આવો જ નવસારીના જબરા ફેન પોતાના ફેવરિટ સ્ટાર અને ભાઇજાનના હુલામણા નામથી જાણીતા સલમાન ખાનને મળવા માટે પગપાળા મુંબઈ જઈ રહ્યો છે.
જલાલપોર તાલુકાના મરોલી ચાર રસ્તા ખાતે રહેતો મોબીન તૈયબ શેખ જે 29 વર્ષનો છે અને તે પ્લાસ્ટિક રીસાયકલીંગ ના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જે સલમાન ખાન અને તેની ફિલ્મનો ભારે ક્રેઝ ધરાવે છે, મોબીન સલમાન ખાનને પોતાનો આદર્શ માને છે અને તેનો મોટો પ્રશંસક પણ છે. નાનપણથી સલમાન ખાનને મળવા માટે તેની ઇચ્છા હતી જે હવે પૂરી થવા જઈ રહી છે.આ નિર્ણય સામે પરિવાર સહમતી આપતા તે મુંબઈ જવા રવાના થયો છે.
મોબીનને તેના મુબઈ સ્થિત એક કોરીઓગ્રાફર મિત્રએ સલમાન ખાન સાથે મુલાકાત કરાવી આપવાની વાત કરી ત્યારે મોબીન ખુબજ ખુશ થયો અને જીવનની આ ક્ષણને યાદગાર બનાવવા માટે તે પોતાના મનપસંદ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના ભાઈજાનને મળવા પગપાળા નીકળી પડ્યો છે. તેના પરિવારજનોએ અને મિત્રોએ કારમાં કે ટ્રેન દ્વારા મુંબઈ જવાની વાત કરી ત્યારે મોબીને કહ્યું કે વર્ષોથી જેની મુલાકાત લેવા માટે મેં આતુરતાથી રાહ જોઈ છે. એ ક્ષણને હું આટલી સરળતાથી નહી પરતું સલમાન ખાનને પણ યાદ રહે એ રીતે યાદગાર બનાવવા માંગુ છું, અને તે માટે મુંબઈ બાંદ્રા સ્થિત સલમાનખાનના ઘર સુધી 260 કિલોમીટર પગપાળા જવાનું પસંદ કરીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.