વરસાદથી કુલ મૃત્યુઆંક 4:નવસારીના મીથીલાનગરીમાં યુવક ડૂબી જતાં મૃત્યુ નિપજ્યું

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં વધુ પોણા 3 ઈંચ વરસાદ
  • શહેરમાં પૂર, વરસાદથી કુલ મૃત્યુઆંક 4

નવસારીમાં 24 કલાકમાં વધુ પોણા 3 ઈંચ વરસાદ પડ્યો હતો.પાણીમાં ડૂબી જતાં 1નું મૃત્યુ થયું હતું. નવસારીમાં બુધવારે પૂરના પાણી ઓસર્યા હતા પણ ગત રાત્રે અને બુધવારે દિવસે સમયાંતરે ઝાપટા પડતા રહ્યા હતા.24 કલાક દરમિયાન વધુ પોણા 3 ઈંચ પાણી પડી ગયું હતું. વરસાદી વાતાવરણના કારણે આખો દિવસ ભેજનું પ્રમાણ 96 ટકા જેટલું વધુ રહ્યું હતું.

વધુ પોણા 3 ઈંચ વરસાદની સાથે નવસારી શહેર તાલુકાનો મોસમનો કુલ વરસાદ 39 ઈંચ તો થઈ પણ ગયો છે.હજુ ભારે વરસાદની આગાહી થઈ રહી છે. બીજી તરફ શહેરમાં વરસાદના કારણે વધુ 1 યુવાનનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ શહેરના મીથીલાનગરી વિસ્તારના ચેતન રાઠોડ નામના યુવકનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું.

મંગળવારે શહેરમાં 2 જણાના મૃત્યુ થયા હતા અને એ અગાઉ પણ એક જણનું મૃત્યુ થયું હતું. આમ નવસારી શહેરમાં જ વરસાદ, પૂરના કારણે વર્તમાન ચોમાસામાં હાલ સુધીમાં જ કુલ 4 જણાએ જીવ ગુમાવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...