દુર્ઘટના:મરોલી ગામે ગેલેરીમાંથી પડી જતા યુવકનું મોત

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાની યુવક સૂતેલો હતો ને ઘટના બની

જલાલપોરના મરોલી ગામમાં ભાડેના મકાનમાં રહેતા યુવાન ઉંઘમાં જ ગેલેરીમાંથી પડી જતા તેમનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. જલાલપોર ના મરોલી ગામે રહેતી સુશિલાબેન વિનોદભાઈ પટેલે જાણ કરી કે તેમના ભાડાના મકાનમાં મૂળ રાજસ્થાન અને હાલ સચીન ડાયમન્ડ પાર્કની સામે કામ કરતા મુકેશભાઈ ભવરસિંહ પુરી (ઉ.વ. 37) ભાડુઆત તરીકે રહેતા હતા.

તેઓ કંપનીમાં કામ કરી ઘરે ગેલેરીમાં સૂતેલો હતો ત્યારે ઊંઘમાં જ અકસ્માતમાં ઘરની બાજુમાં આવેલ સિમેન્ટ કોન્ક્રીટની જગ્યા ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે મરોલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવની પીએસઆઈ એમ.પી સોલંકી તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...