અકસ્માત:તેલાડા પાસે શેરડી ભરેલી ટ્રકની અડફેટે યુવાનનું મોત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે અકસ્માતના બનાવથી શોક

નવસારીમાં તેલાડા ગામ પાસે શેરડી ભરેલી ટ્રકે અડફેટે લેતા રાહદારી પીનસાડ ગામના યુવાનનું મોત થયું હતું. આ બાબતે મૃતકના સ્વજને ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડી.ડી.રાવલ તપાસ કરી રહ્યાં છે.

નવસારીના પિનસાડ ગામે હળપતિવાસમાં રહેતા સુરેશભાઈ ઠાકોરભાઈ હળપતિએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના મસીયાઈ ભાઈ ભીખુભાઈ હળપતિ તેલાડા ગ્રામ પંચાયતની સામેથી મુસ્લિમ ફળિયાથી આમડપોર પેરા જતા રોડ પર સાંજે પસાર થતા હતા.

દરમિયાન તેને ટ્રક (નં. GJ-09-Y-7882)ના ચાલકે અડફેટે લીધો હતો. જેને પગલે તેમને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ ટ્રક ચાલક નવલયા સુનયા વસાવે (રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર) ઘટનાસ્થળે જ ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે સુરેશભાઈએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પીએસઆઇ ડી.ડી.રાવલ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...