અકસ્માત:નવસારીના મરોલી સ્ટેશન પાસે ચાલુ ટ્રેને પડી જનાર યુવાન કેરળનો આર્મીમેન

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિ’ પછી આર્મી મિત્રોએ તેની ઓળખ કરી, સન્માનપૂર્વક મૃતદેહ લઇ જવાયો

મરોલી પોલીસ સ્ટેશનમાં 2જી ઓક્ટોબરે અજાણયા 35થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મરોલી પીઆઈ એસ.એમ.સગરના માર્ગદર્શન હેઠળ અહેકો નીતિન પટેલ મૃતક યુવાન અંગે તપાસ હાથ ધરી હતી. તેમણે રેલવે પોલીસનો સંપર્ક કરી મૃતક બાબતે મેસેજ પણ આપ્યા હતા. ત્રીજા દિવસે મૃતક અજાણ્યા યુવાનની ઓળખ માટે આ મૃતકનો મિત્ર અખિલ શશીધરન આવ્યો હતો તેમણે મૃતદેહની ઓળખ કરી હતી.

આ મૃતક યુવાન આર્મીમેન નીકળ્યો હતો અને તેનું નામ વિષ્ણુ બાલકૃષ્ણા પિલ્લઇ (ઉ.વ. 30, રહે. ઈલલ્મ પલ્લુંર ગામ, તા.કોલમ, કેરળ)નો હોવાનું ખુલ્યું હતું. તેઓ આર્મીમેન તરીકે પંજાબ ભટીન્ડામાં ફરજ બજાવતા હોવાનું ખુલ્યું હતું. તેમના મૃતદેહને તેમના મિત્રોએ સન્માનપૂર્વક પંજાબ લઈ ગયા હોવાની માહિતી મળી છે.

મૃતક તેની પત્ની સાથે અમૃતસર જવા નીકળ્યો હતો
મૃતક વિષ્ણુ પિલ્લઈ પંજાબ ભટીન્ડામાં યુનિટમાં કુક તરીકે ફરજ બજાવતો હતો. હાલ તેની રજા હોય પત્ની સાથે અમૃતસર સુવર્ણમંદિર દર્શન માટે ટ્રેનમાં નીકળ્યા હતા. 2જી ઓકટોબરની રાત્રિ દરમિયાન નવસારી-મરોલી વચ્ચે ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા તેમનું મોત નીપજ્યું હતું. પત્નીને ખબર પડતા તેમણે દિલ્હીમાં આરપીએફનો સંપર્ક કર્યો હતો અને આરપીએફ દ્વારા ટ્રેનના રૂટ પર આવતા તમામ પોલીસ મથકમાં આ બાબતની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...