અકસ્માત:અડદા પાસે ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવાનનું મોત

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક દુબઇ નોકરી કરતો હોય હાલમાં ઘરે આવ્યો હતો

નવસારીના અડદા ગામે રહેતા કાનજીભાઈ આહિરે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના ભત્રીજા ચિંતન અનિલભાઈ આહીર અને કેવલ ધીરૂભાઈ આહીર તેમની બાઇક (નં. GJ-21-8398) લઈને સાંજે નવસારી તરફ આવતા હતા. દરમિયાન કણાઈ ખાડી ગણદેવી રોડ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી ટ્રક (નં. GJ-21-T-3437)ના ચાલક સોનિયાભાઈ વાગરિયા વળવી (હાલ રહે. ગણદેવી સુગર ફેકટરીમાં, મૂળ રહે. નંદુરબાર)એ પૂરઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારી હતી.

જેને પગલે બાઈક પર સવાર ચિંતન અને કેવલ રોડ પર ફંગોળાયા હતા. જેથી ગંભીર ઈજાને પગલે ચિંતન આહીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કેવલ આહિરને શરીરે ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ મૃતક ચિંતન આહીર દુબઇમાં નોકરી કરતો હોય અને ટૂંક સમય માટે ઘરે આવ્યો હતો. ઘટના બાદ ટ્રક ચાલક સોનિયાભાઈ ભાગી જવાની પેરવી કરતા લોકોએ ઝડપી પાડી માર મારી પોલીસને જાણ કરી સોંપ્યો હતો. ઘટના અંગે પીએસઆઈ વી.જે.પટેલ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...