તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી જરૂરી:નવસારી સિવિલ હોસ્પિટલમાં 193 દર્દીની ખડેપગે સારવાર છતાં મૃત્યુની સંખ્યામાં ચિંતાજનક વધારો

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં કોવિડ માટે મહત્તમ સુવિધાઅો ઉપલબ્ધ છે

નવસારી સિવિલ હોસ્પિટલમાં થતા મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે. હાલ જિલ્લાભરની 33 જેટલી ખાનગી હોસ્પિટલો, રેફરલ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં હાલ કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં સૌથી વધુ નવસારી સિવિલમાં જ છે. રવિવારે પણ અહીં 193 દર્દીઓ હતા. આમ તો હાલ અનેક હોસ્પિટલમાં દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામી રહ્યા છે, જોકે તેમાં સિવિલ હોસ્પિટલમાં થતા મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે.

મળતી માહિતી મુજબ નવસારીના વિરાવલ સ્મશાનગૃહે રોજ હોસ્પિટલોમાંથી અનેક મૃતદેહ આવી રહ્યા છે,જેને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાઈ રહ્યા છે. આ મૃતદેહોમાં વધુ મૃતદેહો નવસારી સિવિલ હોસ્પિટલમાંથી આવી રહ્યા છે. રવિવારે પણ સાંજ સુધીમાં 15 મૃતદેહને સ્મશાનગૃહે કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાયા હતા, તેમાં 11 મૃતદેહ તો નવસારી સિવિલ હોસ્પિટલમાંથી આવ્યા હતા. આવું એક દિવસ નહિ અનેક દિવસોએ બન્યું છે.

એપ્રિલ મહિનામાં પણ ઘણા મૃતદેહો સિવિલમાંથી આવ્યા હતા. ઘણા દર્દીઓને હોસ્પિટલમાં છેલ્લી ઘડીએ લવાતા મૃત્યુ થાય છે એમ પણ હોસ્પિટલના સૂત્રો જણાવે છે. હોસ્પિટલમાં આખો દિવસ 108 એમ્બ્યુલન્સની આવનજાવન ચાલુ જ રહે છે. જેને પગલે હાજર લોકોમાં પણ સારવાર લઇ રહેલા પોતાના સ્વજનો માટે ચિંતા થતી રહે છે. કોવિડ માટે જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં મહત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

ઘણા દર્દીઓ રિકવર પણ થયા છે
સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓમાં ઘણા દર્દીઓ કોવિડમાં રિકવર થયા છે અને થઈ રહ્યા છે.હોસ્પિટલમાં જે ઓક્સિજન સહિતની કેટલીક મુશ્કેલી હતી,તે પણ દૂર થઈ રહી છે.હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની ઘટ હતી,તેમાં પણ નવા 8 મેડિકલ ઓફિસર આવી જતા મુશ્કેલી દૂર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો