નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના વેચાણને લઈને પોલીસે કેસ કર્યા બાદ કોર્ટમાં કેસના આધારે મહિલા કેદીને સજા થઈ હતી. ત્યારે નવસારીમાં સબ જેલમાં સજા કાપતી મહિલાએ આજે ગુરૂવારે વહેલી સવારે સાડા છ વાગ્યે જેલ સત્તાધિશોને ગભરામણ થયાની ફરિયાદ કરી હતી.
જેથી જેલ સત્તાધીશોએ તાત્કાલિક જાપ્તા સાથે નવસારી સિવિલ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં સવારે 06:50 વાગ્યે મહિલા કેદીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. વિજલપુર વિસ્તારના ધીરૂભાઈ વાડીમાં રહેતી 54 વર્ષીય નયના નરોત્તમ ટંડેલ ગણદેવી પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં નવસારી સબજેલ ખાતે સજા કાપતી હતી.
દરમિયાન સંભવિત રીતે હૃદયરોગના હુમલાથી તેનું અવસાન થયું હોવાનું જેલના સત્તાધીશો માની રહ્યા છે, પણ મોતનું સાચું કારણ મેડિકલ રિપોર્ટ આવશે ત્યારબાદ ખબર પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.