તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Village Where Most Of The People Are Teachers, The Village Has Made A Name For Itself By Adopting The Profession Of Teacher For Three Generations.

શિક્ષકોનું ગામ:એક એવું ગામ જ્યાં મોટાભાગના લોકો શિક્ષક છે, ત્રણ પેઢીથી શિક્ષકનો વ્યવસાય અપનાવી ગામે કીર્તિમાન સ્થાપિત કર્યો

નવસારી17 દિવસ પહેલા
  • ગામની કુલ વસ્તીના 30 ટકા લોકો શિક્ષક તરીકે બજાવી રહ્યા છે ફરજ
  • વર્ષ ૧૯૬૦માં એક શિક્ષિકા હતા, ત્યાં આજે બે હજારથી વધુ લોકો શિક્ષક છે

માનવના જીવનને ઘડવામાં શિક્ષકનું યોગદાન મહત્વનું છે. એક શ્રેષ્ઠ શિક્ષક સમાજ અને દુનિયા બંનેને બદલવાની તાકાત રાખે છે, ત્યારે શિક્ષકોની ખાંણ ગણાતા નવસારીના ચાપલધરા ગામના પ્રત્યેક ઘરમાં શિક્ષક છે. જેને કારણે ગામની કુલ વસ્તીના 30 ટકા લોકો પ્રાથમિક શાળાથી લઇ કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સોલંકી પરિવારમાં ૧૧ સભ્યો શિક્ષક છેમનુષ્ય જીવનને દરેક પળે શિક્ષકની જરૂર પડે છે. જીવનનું ઘડતર શિક્ષક જ કરી શકે છે, ત્યારે નવસારી જિલ્લાનું એક ગામ જ શિક્ષકોનું ગામ છે. વાંસદા તાલુકાના ચાપલધરા ગામમાં વર્ષ ૧૯૬૦માં એક શિક્ષિકા હતા, ત્યાં આજે ૪૧ વર્ષે બે હજારથી વધુ લોકો શિક્ષક છે.

ગામના ઘણા પરિવારોમાં ત્રણ પેઢી શિક્ષક છે જ્યારે ઘણા પરિવાર કે કુટુંબના મોટાભાગના સભ્યો શિક્ષક છે. જેઓ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજોમાં શિક્ષક કે અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ચાપલધરાના સોલંકી પરિવારમાં ૧૧ સભ્યો શિક્ષક છે, જેમાંથી ત્રણ સભ્યોએ ગામની જ પ્રાથમિક શાળામાં 30-30 વર્ષ સુધી ફરજ બજાવી ગામના બાળકોને સંસ્કાર અને શિક્ષણ બંને આપ્યું છે.

ગામના હાલમાં 11 યુવાનો શિક્ષક તરીકે પસંદગી પામ્યાંચાપલધરા શિક્ષકોની ખાણ તરીકે ઓળખાય છે. કારણ અહીં દરેક ઘરે શિક્ષક છે. ગ્રામજનો અનુસાર શિક્ષકને સમાજમાં મોભો મળે છે. સાથે જ બાળકોને સંસ્કાર અને શિક્ષણ થકી સમાજ ઉપયોગી બનાવવામાં મુખ્ય ભૂમિકા શિક્ષક જ ભજવે છે.

ચાપલધરા ગામના શિક્ષકો ડાંગના અંતરિયાળ ગામથી ખંભાતના બોરસદ તાલુકાના અંતરિયાળ ગામમા પણ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં ગામના 11 યુવાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે, જેમાંથી હેમાલી રાઠોડ મેરીટમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યાં હતા. શિક્ષણ થકી જ મનુષ્ય સમાજમાં જ દેખાય છે અને શિક્ષક જ શિક્ષણ શક્ય છે. શિક્ષક દિવસે તમામ શિક્ષકોને વંદન...

અન્ય સમાચારો પણ છે...