તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની મંજૂરી વગર અભ્યાસ:ખાનગી પ્રાથમિક શાળામાં ઓફલાઇન અભ્યાસ કરાવતો વીડિયો વહેતો થયો

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે પ્રા. વિભાગના છાત્રોને મંજૂરી આપી નથી

નવસારી જિલ્લામાં કબીલપોર વિસ્તારમાં આવેલ એક ખાનગી શાળામાં સરકારની મંજૂરી વગર પ્રાથમિક વર્ગમાં બાળકોને શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાનો વીડિયો વહેતો થયો હતો. જોકે આ બાબતે કેટલાક બાળકોના ઘરે મોબાઈલ નહીં હોય તેઓ અભ્યાસ માટે શાળામાં આવતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને ખબર પડતાં તેમણે આ છાત્રોને તુરંત રજા આપી દેવા જણાવ્યું હતું.\nકબીલપોર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં પ્રાથમિક વિભાગના છાત્રો અભ્યાસ કરતા હોય તેવો વિડીયો વહેતો થયો હતો.

આ બાબતે શાળાના સંચાલકોને પૂછતાં તેઓએ હાલમાં કોરોના મહામારીમાં ઓનલાઇન અભ્યાસ ચલાવાઈ રહ્યો છે અને નાના બાળકો કે જેમના વાલીના સાદા ફોન હોય અને સ્માર્ટ ફોનની સગવડ નથી તેવા 9 જેટલા છાત્રને અભ્યાસ માટે શાળામાં બોલાવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ થતાં તેઓએ તુરંત શાળાના છાત્રોને રજા આપી દેવાનું જણાવ્યું હતું.

સરકારના નિયમોનું પાલન થવું જોઈએ
હાલમાં કેટલીક સરકારી શાળા દ્વારા પણ છાત્રોને ઓનલાઇનના બદલે ઓફલાઇન અભ્યાસ ચલાવાઈ રહ્યો છે. જો માત્ર ખાનગી શાળાને નિશાન બનાવવામાં આવે તે જરૂરી નથી, જે સરકારના નિયમોનું પાલન કરતી નહીં હોય તે શિક્ષાને પાત્ર છે. જ્યારે સરકારી શાળા પણ ચાલતી હોય તેને વધુ શિક્ષા થવી જોઈએ. > મનોજ જીવાણી, પ્રમુખ, નવસારી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...