મોંઘેરા મહેમાન:માત્ર ટેલિવિઝનમાં જ જોવા મળતા વિવધ પ્રકારના અનોખા પક્ષીઓ નવસારી શહેરના મહેમાન બન્યા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઈલ્ડ લાઈફમાં દુર્લભ ગણાતા પશુ-પક્ષીઓ પેટ-શોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

નવસારી જિલ્લામાં છેલ્લા નવ વર્ષથી એનિમલ સેવિંગ ગ્રુપની આગેવાનીમાં ડોગ શો ના આયોજન બાદ આ વર્ષે સંસ્કાર ભારતી શાળાના વિશાળ ગ્રાઉન્ડમાં આયોજકોએ પ્રથમવાર પેટ શો નું આયોજન કર્યું હતું. આ પેટ શોમાં અંદાજે દોઢસોથી વધુ રેર અને સંરક્ષિત જાતિના પશુ-પક્ષીઓ કે જે ખાસ પ્રકારના દેખાવ અને ગુણો સહિત વિદેશનું મૂળ ધરાવતા પક્ષીઓના પાલક દ્વારા તેમને અહીં લાવવામાં આવ્યા છે. આ તમામને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી એનિમલ સેવિંગ ગ્રુપે સન્માનિત કર્યા હતા.

પ્રદૂષણ અને હરણફાળ ભરતી ઝીંદગીમાં મનુષ્ય અને પશુ પક્ષીઓ વચ્ચે અંતર સતત વધતું જાય છે. ત્યારે આવા પેટ શો થકી પશુ, પક્ષી માનવીની નજીક આવે અને તેઓ તેમની હૂંફ મેળવે તે માટે એક વિશેષ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પેટ શોમાં ખાસ, રેર અને ભાતભાતના રંગો અને ગુણો ધરાવતા પશુ-પક્ષીઓ જોવા શેહરીજનો ઉમટી પડ્યા હતા.

કયા કયા પશુ-પક્ષીઓ આવ્યા
ઊડતી ખિસકોલી, સુગર ગ્લાઈડર, અમરીકન ઇગવાના, ટોરેન્ટોના મકડી, મકાઉ,આફ્રિકન ગ્રે પેરોટ, હંસ, કનુર, ગ્રીની ફોલ્સ, ડોમેસ્ટિક ડક, ફાઈટર મરઘાં, જર્મન શેફર્ડ ડોગ, બીગલ્સ, કારવન હાઉન, સ્નો ડોગ, સિઝુ, પીટબુલ સહિત અનેક પક્ષીઓથી સંસ્કાર ભારતી ગ્રાઉન્ડ ઉભરાયુ હતું.

વાઇલ્ડ લાઇફને પ્રેમ કરશો તો તે પણ તમને પ્રેમ કરશે
જો કોઈને પક્ષી કે પશુ પાળવાનો શોખ હોય તો તેમને સમયસર દવા અને ખોરાક આપવો જરૂરી છે. જો તમે તેમને હેરાન કરશો તો જ તમને બાઈટ કરશે. જો વાઇલ્ડ લાઇફને પ્રેમ કરશો તો તે પણ તમને પ્રેમ કરશે. > તપન સુરતી, પક્ષીપ્રેમી, સુરત

અન્ય સમાચારો પણ છે...