કૃષિ વિશેષ:યુનિ.માં પાકરોગોના નિરાકરણ માટે બે દિવસીય ગોષ્ઠી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કૃષિ યુનિ.માં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો. - Divya Bhaskar
કૃષિ યુનિ.માં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો.
  • નવસારીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધન વૈજ્ઞાનિકો લાભ લેશે

વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ મહાવિદ્યાલય અને ઈન્ડિયન ફાયટોપેથોલોજીકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વર્તમાન સમયમાં પાકરોગોની તપાસ અને તેનું નિદાન તથા વ્યવસ્થાપનના પગલાઓ વિષય પર તારીખ 16 અને 17 નવેમ્બર 2022 દરમ્યાન વેસ્ટ ઝોનના સીમ્પોઝીયમનું આયોજન કરવામાં આવ્યું. જેના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા, ડૉ. કે. બી. રાખોલિયાએ સ્વાગત પ્રવચન સાથે કરી. આ સીમ્પોઝીયમના ઉદઘાટન સમારોહના પ્રમુખ સ્થાનેથી નવસારી કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડૉ.ઝેડ. પી. પટેલે એમના ઉદબોધનમાં તેમણે વનસ્પતિમાં થતા રોગના આધુનિક ઉપચારની વાત કરી.

કાર્યક્રમના કો-ચેરમેન તરીકે ડૉ. ટી. આર. અહલાવત, નવસારી કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામક તેમજ ડીન પીજી સ્ટડીઝ એ હાજરી આપી હતી. એમના પ્રવચનમાં તેઓએ પાક રોગસંરક્ષણના મહત્વ વિશે વાત કરી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડૉ. રાકેશ પાંડે, પ્રમુખ ઈન્ડિયન ફાયટોપેથોલોજીકલ સોસાયટીએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી તેમના વ્યક્તવ્યમાં તેમણે નવા સંશોધનો પર ધ્યાન દોર્યું. ખાસ મેહમાન તરીકે ડૉ. વી. આઈ. બેનાગી, ભૂતપૂર્વ કુલપતિ, યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસ, ધારવાડ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમના સંયોજકો તરીકે ડૉ. આર.એમ. નાયક, ન. મ. કૃષિ મહાવિદ્યાલય ના આચાર્ય અને ડીન, ડૉ. વિકાસ નાયક અને ડૉ. લલિત મહાત્મા, સહ સંશોધન નિયામકો ન..યુ.ના તેમજ ડૉ. એચ. વી. પંડ્યા રજીસ્ટ્રાર ન કૃ. યુ. નવસારી ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ ડૉ. પ્રિયા જોહનએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે. સી. અડંગડી દ્વારા કરવામાં આવ્યું. આ ભવ્ય સીમ્પોઝીયમનો લાભ આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધન વૈજ્ઞાનિકો બે દિવસ સુધી લેશે.

અન્ય સમાચારો પણ છે...