ગેરકાયદેસર ગુટકાનો જથ્થો જપ્ત:વાપીથી પનવેલ ગેરકાયદેસર ગુટકાનો જથ્થો લઇ જનાર ટ્રક ચાલક ભૂલથી નવસારીમાં આવી જતા પોલીસે ઝડપી પાડ્યો

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપીથી પનવેલ જઈ રહેલો ગેરકાયદેસર ગુટકાના જથ્થાને નવસારીની એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. કુલ 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી વધુ તપાસ માટે ગણદેવી પોલીસને સોંપવામાં આવ્યાં છે.
પોલીસે બાતમીના આધારે ગુટકાનો જથ્થો ઝડપ્યો​​​​​​​
નેશનલ હાઇવે નંબર 48ના મટવાડ ગામ પાસે પોલીસને બાતમી મળતા ચેકિંગમાં હતી. તે દરમિયાન મુંબઈ-અમદાવાદ રૂટ પર ટેમ્પો ચાલક ભૂલમાં નવસારી જિલ્લાની હદમાં આવી જતા તે ચીખલી થઈને સાપુતારા થઈ મહારાષ્ટ્ર જવાની ફિરાકમાં હતો તે પહેલા જ નવસારી જિલ્લા એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો રોકી તેમાં તપાસ કરતા 5 લાખ 77 હજાર 280 રૂપિયાનો ગુટખાનો મુદ્દામાલ જે બિલ વગર વહન થઈ રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ સમગ્ર મુદ્દામાલ ડ્રાઇવર અને ક્લીનર પનવેલ પહોંચાડવાની માહિતી મળી હતી. જેથી એલસીબીએ ગેરકાયદેસર ગુટખાના મુદ્દા માલ સાથે ટેમ્પો અને અન્ય સામાન મળી કુલ 8,90,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
​​​​​​​​​​​​​​પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગેરકાદેસર ગુટખાના જથ્થાને એલસીબી એ ઝડપી પાડી તપાસ ગણદેવી પોલીસને સોંપવામાં આવી છે. ગણદેવી પોલીસે વધુ તપાસ માટે આરોપીને મહારાષ્ટ્ર લઈ ગઈ છે. આ ગુટકાનો મુદ્દામાલ કોના ઇશારે અને ક્યાંથી ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...