અકસ્માત:નવસારીના હાઇવે પર બકરા લઇ જતી ટ્રક ચીખલી પાસે પલ્ટી ગઇ, બચેલા બકરા લૂંટી લોકો ભાગ્યા

નવસારીએક વર્ષ પહેલા
  • અકસ્માત ટ્રક ડ્રાઈવર માટે આફત તો માંસાહારીઓ માટે અવસર બન્યો
  • સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો

અચાનક આવી પડેલી મુસીબત કોઈ એક વ્યક્તિ માટે આફત તો અન્ય માટે અવસર પણ હોઈ શકે છે. એવો જ એક બનાવ નવસારીના હાઇવે પર બનવા પામ્યો છે. અમદાવાદથી મુંબઈના ટ્રેક પર ચીખલી નજીક બલેશ્વર ગામ પાસે વહેલી સવારે બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી. તે વેળા સંભવિત રીતે ડ્રાઇવરને ઊંઘ આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બીજા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 2 ટ્રક ભટકાતા બકરા ભરેલી ટ્રક ઉંધી પડી હતી. અમુક બકરા બચી જતાં લોકોએ લૂંટી લીધા હતા.

ડ્રાઇવરને ઊંઘ આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા
બીજા ટ્રક સાથે અથડાઈનવસારીના હાઇવે પર ટ્રકનો અકસ્માત થયો છે. અમદાવાદથી મુંબઈના ટ્રેક પર ચીખલી નજીક બલેશ્વર ગામ પાસે વહેલી સવારે બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી. ત્યારે ડ્રાઇવરને ઊંઘ આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બીજા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ડ્રાઈવરને ઈજા થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઈર્જાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બચી ગયેલા બકરાઓની કેટલાક લોકોએ લૂંટ કરી
અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. સાથે જ લોડ થયેલા કેટલાક બકરા ટ્રક નીચે દબાવાથી મરી ગયા હતા. તો બચી ગયેલા બકરાઓનું કેટલાક તકસાધુ લોકોએ સ્થિતિનો ગેરફાયદો લઈને ડ્રાઈવરને સારવાર આપવાનું છોડી બકરાની લૂંટ ચલાવી હતી. જેથી આજુબાજુના પંથકમાં આ વાત જાણીને આશ્ચર્ય સાથે રમૂજ ફેલાઈ હતી. આ સમગ્ર મામલે ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...