કોણ કોને આપશે ટક્કર?:નવસારી જિલ્લાની 4 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, જલાલપુર બેઠક ઉપર કોળી મતદારોનો પ્રભાવ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે નવસારી જિલ્લાની 4 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે.
નવસારી બેઠક શહેરી અને ગ્રામ્યના મતદારો પ્રભાવ ધરાવે છે. જેમાં હળપતિ અને કોળી મતદારોનો વધુ છે, વર્ષોથી ભાજપનું ગઢ ગણાતી આ બેઠક પર ગત ટર્મમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ ધારાસભ્ય રહ્યા હતા અને તેમની ટિકિટ કપાતા રાકેશ દેસાઈને તક આપવામાં આવી છે. નવસારી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો પાણી, સાંકડા રસ્તાઓ રેલવે ઓવર બ્રિજ, રીંગરોડ સહિત ટ્રેન વરસાદી પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે નવા ચૂંટાઈને આવતા ધારાસભ્ય માટે આ સમસ્યાનો નિકાલ કરવો મોટો પડકાર બની રહેશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી નવસારી જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

જલાલપુરમાં કોળી મતદારોનો પ્રભાવ
જલાલપુર બેઠક ઉપર કોળી મતદારોનો પ્રભાવ વર્ષોથી રહેવા પામ્યો છે.કોંગ્રેસના કદાવર નેતા સી.ડી પટેલની આ બેઠક પર 1998 માં ભાજપના આર.સી પટેલે કબ્જો કરતા અત્યાર સુધી તે ભાજપનું ગઢ બની રહી છે, ઝીંગા તળાવો ને કાયદેસરની માન્યતા આપવવા માટે વર્ષોથી લડત શરૂ છે સાથે જ કાંઠા વિસ્તારના માછીમારો માટે આધુનિક બંદર ની વ્યવસ્થા નથી, ટંડેલ અને માછી સમાજના યુવાનો રોજગારી મેળવવા માટે અખાતી દેશોમાં જાય છે જેથી ઘર આંગણે રોજગારી ઊભી કરવી એ આ બેઠકના ધારાસભ્યો માટે જરૂરી બની રહ્યું છે.

ગણદેવીમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ વર્તમાન ધારાસભ્ય લાવી શક્યા નથી
ગણદેવી ST સીટ પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે આ બેઠક ઉપર પીવાના પાણી સહિત અનેક સમસ્યાઓ વર્ષોથી રહેવા પામી છે ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ આ વિધાનસભામાં નોંધપાત્ર કોઈ કામગીરી કરી શક્યા નથી, બાગાયતી પાકનું નંદનવન નવસારીને ગણવામાં આવે છે જેમાં ગણદેવી અને અમલસાડના ચીકુ એ ઉત્તર ભારત તરફ નિકાસ થાય છે, ખેતરોમાં નુકસાન કરતા જંગલી ભૂંડ સહિત રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતો નોંધાયા છે પરંતુ આ વિધાનસભા બેઠકમાં સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી જેથી આગામી સમયમાં ચુંટાનાર ધારાસભ્ય માટે આ કામગીરી કરવી એ જરૂરી રહેશે.
વાંસદા બેઠક આદિવાસીઓનો ગઢ
આદિવાસીઓનું ગઢ ગણાતી વાંસદા બેઠકમાં પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે જેમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે તો કેટલાક વિસ્તારમાં નહેર આધારિત ખેતી કરવામાં આવે છે પરંતુ નહેરના પાણી ખેતી સુધી પહોંચી શકે તેવા પ્રકારની યોજના અમલી બની નથી જેને કારણે ખેડૂતોને માત્ર વરસાદ પર આધાર રાખવો પડે છે, આ વિસ્તારના યુવાનોને રોજગારી માટે અન્ય જિલ્લાઓમાં અપડાઉન કરવું પડે છે. ગત ટર્મના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ મુદ્દે સરકારની નાકમાં દમ કરી નાખ્યો હતો અને આ યોજના સરકારે પાછી લેવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...