તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આબાદ બચાવ:એરુ ચાર રસ્તા પાસે પોલીસ કચેરીથી મેન્ટેનસ માટે જતી પોલીસ જીપ પર વૃક્ષ પડ્યું, ડ્રાઈવર માંડ બચ્યો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા દાંડી રોડ પર અકસ્માત થયો

નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમય બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરમાં પાણી પાણી થઇ ગયું હતું. જેમાં એરુ ચાર રસ્તાથી દાંડી રોડ પર અકસ્માતની ઘટના બની હતી. નવસારી પોલીસ હેડક્વોર્ટરથી દાંડી રોડ પર આવેલા પરેડ ગ્રાઉન્ડ પાસે એમટી શાખામાં મેન્ટેનન્સ માટે જતી એક પોલીસ જીપ પર વૃક્ષ પડતા જીપનો ખુરદો બોલી ગયો હતો. પણ ચમત્કારીક રીતે જીપમાં સવાર ડ્રાઇવર જયેશભાઈ ગાવીતનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

દાંડી રોડ પર વાહનચાલકોને તકેદારી રાખવાની જરૂર ઉભી થઇ

ઘટના બનતા તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા હતા. અને જીપ પર પડેલા વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત થતાં થોડા સમય માટે દાંડી રોડ પર વાહન વ્યવહારને અસર થઈ હતી. અને ટ્રાફિકનું આવન જાવન રોકાયુ હતુ. ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા દાંડી રોડ પર મસમોટા વૃક્ષ હોવાથી વરસાદી માહોલમાં વરસાદ અને ભારે પવનના કારણે ક્યારેક વૃક્ષો નમી પડતા હોય છે. તેને લઈને વાહનચાલકોને તકેદારી રાખવાની જરૂર ઉભી થઇ છે. એમટી શાખાના પીએસઆઇ સબસરાના જણાવ્યા મુજબ દાંડી રોડથી 200 મીટરના અંતરે મેન્ટેનન્સ માટે જતી પીસીઆર વાન ઉપર એકાએક ભારેખમ વૃક્ષ પડતાં ચમત્કારિક રીતે ડ્રાઇવર જયેશભાઈનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...