તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારીમાં કોરોનાના વધુ 6 કેસ સાથે કુલ 7115 થયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વધુ 19 દર્દી રિકવર, એક્ટિવ કેસ 80 જ

નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા તો સારવાર લેતા 19 દર્દી રિકવર થયા હતા. જે નવા કેસો બહાર આવ્યા તેમાં ગણદેવીમાં 3, વાંસદામાં 2 અને નવસારીમાં 1 કેસ નોંધાયો હતો. નવા 6 કેસ સાથે જિલ્લામાં કુલ કેસો 7115 થઈ ગયા હતા. સતત 11મા દિવસે કોરોના દર્દીનું કોઈ નવું મૃત્યુ નોંધાયું ન હતું. શુક્રવારે કોરોના દર્દીની સારવાર લેતા વધુ 19 દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 6846 થઈ હતી. એક્ટિવ કેસો ઘટી હવે માત્ર 80 રહી ગયા છે.

હોસ્પિટલોમાં હવે ખૂબ ઓછા દર્દી
ઓછા નવા કેસ અને વધુને વધુ દર્દી રિકવર થતા એક્ટિવ કેસ ખૂબ જ ઓછા થયા છે. હાલ 80 જ દર્દી જિલ્લામાં હોવાનું સરકારી સૂત્રો જણાવે છે, તેમાં પણ 90 ટકા દર્દી તો હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...