તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 12 પોઝિટિવ સાથે કુલ 7098 કેસ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 12 કેસ નોંધાવાની સાથે કુલ કેસ 7098 થયા છે.જે નવા કેસ બહાર આવ્યા તેમાં ગણદેવી તાલુકાના 4 કેસ હતા. આ ઉપરાંત નવસારી અને જલાલપોરમાં બે-બે કેસ, ચીખલીમાં 3 અને વાંસદા તાલુકામાં 1 કેસ હતા. આ વધુ 12 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 7098 કેસ થઈ ગયા છે. કોરોનાના કોઈ દર્દીનું મૃત્યુ નોંધાયું ન હતું.

મંગળવારે કોરોનાની સારવાર લેતા 23 દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 6801 થઈ છે. એક્ટિવ કેસો માત્ર 108 જ રહ્યા છે.જેમાં 94 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને અન્ય 14 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

સતત 8 દિવસથી એક પણ મૃત્યુ નહીં
જિલ્લામાં કોરોનાના દર્દીનું 7 જૂને મૃત્યુ નોંધાયું હતું, બાદમાં સતત 8 દિવસ કોઈ જ દર્દીનું મૃત્યુ સરકારી ચોપડે નોંધાયું નથી. કુલ મૃત્યુઆંક 189 જ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...