તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:જિલ્લામાં 6 PSI સહિત 182 કર્મીની સાગમટે બદલી

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાતે બદલી માંગનારા 66 કર્મીની માગ પૂરી

નવસારી જિલ્લામાં પોલીસ સબ ઈન્સ્પેકટર સહિત 182 પોલીસકર્મીની સાગમટે બદલી કરવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર પોલીસકર્મી અને 5 વર્ષથી ફરજ બજાવતા પોલીસકર્મીની બદલી થઈ હતી. નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 182 પોલીસકર્મીની વહીવટી સરળતા અને જાહેર હિત માટે બદલી કરી દેવામાં આવી હતી. જેમાં 6 પીએસઆઈની પણ બદલી કરવામાં આવી હતી.

જેમાં વાંસદામાં ફરજ બજાવતા પીએસઆઈ એમ.આર.વાળાની ટાઉન પોલીસમાં, વિજલપોરના પીએસઆઈ એચ.એસ.ભુવાની ટાઉનમાં, લિવ રિઝર્વના સિનિયર પીએસઆઈ શૈલેષગીરી એફ.ગૌસ્વામીની પુનઃ વિજલપોર પોલીસમાં, ટાઉનના ડી.આર.પધેરીયાની ચીખલી પોલીસ મથકે, પી.વી.વસાવાની વાંસદા અને પી.આર.કરનની એસપીના પીએ તરીકે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત એક જ જગ્યાએ પાંચ વર્ષ ફરજ બજાવનાર 88 પોલીસકર્મી, 22 ડ્રાઈવર પોલીસ અને પોલીસની આંતરિક સમસ્યાને લઈ જાતે બદલી માંગતા હોય તેવા 66 પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...