કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરાનાના વધુ 5 સાથે 2 દિવસમાં જ કુલ 12 કેસ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીમાં 3 અને ખેરગામમાં 2 કેસ, એક્ટિવ કેસ 35

નવસારી જિલ્લામાં બુધવારે 6 માસ બાદ એકસાથે 7 કેસ પોઝિટિવ નોંધાયા બાદ ગુરૂવારે પણ 5 કેસ નોંધાયા હતા. આમ બે જ દિવસમાં કુલ 12 કેસ આવતા આરોગ્ય વિભાગ સચેત બન્યું છે. નવસારી આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ ગુરૂવારે કોરોનાના નવા 5 કેસ નોંધાયા હતા. જેમાં ગણદેવીમાં 3 અને ખેરગામમાં 2 કેસો નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 3 બાળકો પોઝિટિવ નોંધાયા હતા. જેમાં 2 બાળકો ખેરગામમા આવેલા એક આશ્રમશાળામાં જ અભ્યાસ કરતા હોવાની માહિતી મળી છે. જેને પગલે શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

ગુરૂવારે પણ આરોગ્ય વિભાગ દ્વારા 1763 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં નવસારીમાં 328, જલાલપોરમાં 322, ગણદેવીમાં 278, ચીખલીમાં 401 , ખેરગામમાં 90 અને વાંસદામાં 344 સેમ્પલ લેવાયા હતા ગુરૂવારે એકપણ દર્દીને રજા આપવામાં આવી ન હતી. વધુ 5 કેસ નોંધાતા એક્ટિવ કેસનો કુલ આંક 35 પર પહોંચ્યો છે. જેમાં વિવિધ હોસ્પિટલમાં 7 અને હોમ આઈસોલેશનમાં 28 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...