સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેનારી સંસ્કારી નગરી નવસારીના લોકો નવા વર્ષે ફરી એકવાર પોતાની લાગણીસભર માનવતા દાખવવા સજ્જ થઇ ગયા છે. રક્તદાનની કામગીરીમાં નવસારીના જાગૃત લોકોએ જવાબદારી સ્વીકારીને રક્તની જરૂરીયાતને પહોંચી વળવા માટે પુરતા પ્રયત્નો હંમેશા કર્યા છે.
જેને આ વર્ષે પણ જિલ્લાના લોકો આગળ ધપાવશે. 2022માં નવસારી રેડક્રોસમાં કુલ 10,872 લોકોએ રક્ત આપી અન્યને જીવન આપ્યું છે. જોકે 2023માં પણ વધુમાં વધુ લોકો આગળ આવીને આ માનવતાની કામગીરીમાં જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે. નવસારી રક્તદાનના મહાનકાર્યમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. નવસારી જિલ્લામાં વર્ષોથી કાર્યરત રેડક્રોસ બ્લડ10,872 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવી હતી. આ ઉપરાંત 12,700 યુનિટ ઇસ્યુ કરવામાં આવી છે. તો 4,644 યુનિટ રક્ત ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે આપવામાં આવી હતી.
આ વર્ષે રક્તદાનની કામગીરીમાં સેવાભાવી સંસ્થા અને ગ્રુપનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. આ વર્ષે 147 કેમ્પ થકી 8104 યુનિટ એકત્ર કરાયું હતું. તો 18 વર્ષે પ્રથમ વખત રક્તદાન કરનારા 477 યુવાનોએ આ મહાદાનમાં પોતાનું રક્ત આપ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.