• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Tight Police Arrangement Will Be Made Regarding Tantra Sajch Ganesh Visaran, District Police Appeal To Cooperate With Ganesh Mandals

તંત્ર સજ્જ:તંત્ર સજ્જ ગણેશ વિસર્જનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, ગણેશ મંડળોને સહકાર આપવા જિલ્લા પોલીસની અપીલ

નવસારી25 દિવસ પહેલા

આવતીકાલે બે વર્ષ બાદ ધામધૂમ સાથે ગણેશ વિસર્જન યોજાવા જઈ રહ્યું છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ પણ કોઈપણ કાકરીચાળા કે કોમી તંગદિલી વગર ઉત્સાહ ઉમંગ સાથે વિસર્જન કાર્ય પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ બંદોબસ્તમાં તહેનાત રહેશે. ગણેશ વિસર્જન ને લઈને જિલ્લા પોલીસના બંદોબસ્ત કેવી રીતે અને સંખ્યામાં પર નજર કરીએ તો 03-DYSP,14 -PI,18-PSI,560-પોલીસ,550 -હોમગાર્ડ,600-GRD જવાન બંદોબતમાં તહેનાત રહેશે.

ચાંપતો પોલીસબંદોબસ્ત રહેશે
નવસારી જિલ્લામાં સૌથી વધુ ગણેશ વિસર્જન નવસારી શહેરમાં થાય છે જેમાં વેરાવળ ગામ પાસે આવેલા પુર્ણા નદીના ઉવારા દાંડી દરિયા અને ધારા ગીરી ઉવારા ઉપર ગણેશ વિસર્જન મોટાપા એ કરવામાં આવે છે ત્યાં ચાંપતો પોલીસનો બંદોબસ્ત રહેશે. પોલીસ દ્વારા શહેર અને તાલુકા કક્ષાએ અલગ અલગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. પોલીસ અધિકારીઓ દ્વારા વિવિધ ગણેશ મંડળો સાથે મીટીંગ યોજીને વિસર્જનની રૂપરેખા તૈયાર કરી છે. તો સાથે જ તમામ ગણેશ ભક્તોને પણ સાથ સહકાર આપવા માટે અપીલ કરી છે.

ફુલ પુંજાપો ઉઘરાવવાનું પણ આયોજન
પર્યાવરણની જાળવણી માટે સામાજિક સંસ્થાએ આગળ આવીને નદીના ઓવારા પર ફુલ પુંજાપો ઉઘરાવવાનું પણ આયોજન કર્યું છે જેમાં નદીઓ પૂજાપાથી પ્રદૂષિત ન થાય તેને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. 2 વર્ષ Lockdown ને કારણે ગણેશ ઉત્સવ સાદાય પૂર્વક ઉજવાતો હતો પરંતુ બે વર્ષ બાદ ગણેશ ભક્તો પોતાના આરાધ્યદેવ દુધાળા દેવને ભક્તિ ભાવપૂર્વક વિસર્જિત કરશે અને પુઢચ્યા વર્ષી લવકર યાના નાદ સાથે આવતીકાલે વાતાવરણ ગુંજી ઉઠશે.

અન્ય સમાચારો પણ છે...