તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હાઇવે પર ટેમ્પા ચાલકે પગપાળા જતા યુવકને ટક્કર મારતા મોત

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી ગ્રીડથી સિસોદ્રા જતા સર્વિસ રોડ પર ટોયટાના શોરૂમમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાન તરલ શંકરભાઇ પટેલ (રહે. પાલણ ગામ, કોળીવાડ, વલસાડ) સાંજે 6.30 વાગ્યાની આસપાસ શોરૂમની બહાર ચાલતો જઇ રહ્યો હતો તે દરમિયાન પાછળથી ટેમ્પા ચાલકે ચાલતા જતા તરલ પર પાછળથી ટેમ્પો ચઢાવી લીધા બાદ ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. જેના પરથી અનુમાન લગાવાઇ રહ્યું છે કે, ટેમ્પા ચાલકે ટેમ્પાની લાઇટ ટક્કર પહેલા બંધ રાખી હતી અને ટક્કર બાદ ચાલુ કરી હતી. આ કમકમાટી ભરી ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરલને નજીકની મુલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. હોસ્પિટલમાં લઇ ગયા બાદ ત્યાં ડોક્ટરે તરલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ તરલના પરિજનો અને મિત્રો હોસ્પિટલની બહાર ભેગા થઇ ગયા હતા. મૃતક યુવાન છેલ્લા 6 વર્ષથી બરોડા ખાતે ટોયટા શોરૂમમાં સેલ્સ ઓફિસરનું કામ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી જ બદલી લઇને નવસારી ખાતે કાર્યરત હતો. આજે પોતાનું રોજિંદુ કામ પુર્ણ કરીને શોરૂમની બહાર નિકળતા ટેમ્પા ચાલકને કારણે અકાળે અવસાન પામ્યો હતો. ઘટનાની જાણ થતા નવસારી રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો