શ્રીરંગ પુણ્યતિથિ:જ્યાં અવધૂતજી 60 વર્ષ અગાઉ પધાર્યા એ સોનવાડીમાં બાપજીની પ્રતિમા સ્થાપન કરાઇ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરનું નવિનીકરણ કરાયું ત્યારે ગામના લોકોએ શ્રમદાન પણ કર્યું હતું

આ વર્ષ-2022માં નારેશ્વરના રંગ અવધૂતજીની પુણ્યતિથિ 23 નવેમ્બરના રોજ છે. અહીંના નવસારી જિલ્લામાં પણ બાપજીના હજારો ભક્તો છે. બાપજીને નવસારી જિલ્લા સાથે આત્મીયતા પણ ઘણી હતી અને આ વાત એ પરથી પણ સાબિત થાય છે કે અવધૂત જી જિલ્લામાં એક નહીં પણ અનેક વખત પધરામણી કરી હતી.

નવસારી નજીકના હાંસાપોર ગામે તો અનેક દિવસ રોકાણ કર્યાનું જાણવા મળે છે. બાપજીના પાવન પગલાં ગણદેવી તાલુકાના વાડી વિસ્તારના ગામ સોનવાડીમાં પણ પડ્યાં હતા અને અહીંના લોકોને તે સ્મૃતિ કાયમ રહે તે માટે બાપજીની સુંદર પ્રતિમાનું સ્થાપન પણ કર્યું છે.

આ અંગેની વિગતો આપતા સોનવાડીના તુષાર ઢીમ્મર જણાવે છે કે, ‘રંગ અવધૂતજીના પાવન પગલાં સોનવાડી ગામે 8 જૂન 1962ના રોજ પડ્યા હતા. તેમની પધરામણી બાદ અહીંના લોકો બાપજીનું પૂજાપાઠ, સ્મરણ કરતા રહે છે. અહીંના અંબિકા નદી કિનારે આવેલ બહુચરાજીના મંદિરમાં અગાઉ બાપજીનો ફોટો જ હતો પણ હાલ આ મંદિરનું નવિનીકરણ કરવામાં આવ્યું.

ત્યારબાદ રંગ અવધૂતજીની સુંદર પ્રતિમાનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દાતાઓનો સહકાર તો મળ્યો છે, સાથે ગામના અનેક યુવાનોએ શ્રમદાન દ્વારા બાપજી પ્રત્યે પોતાની શ્રદ્ધા પણ વ્યક્ત કરી છે.' સમગ્ર જિલ્લામાં બાપજીની આવી સુંદર પ્રતિમા મંદિરમાં સ્થાપિત કરાઈ હોવાનું પણ જાણમાં નથી. સોનવાડી ગામ બહારના પણ ઘણા લોકો અહીં દર્શન કરવા પણ આવે છે.

અન્ય સમાચારો પણ છે...