બાંબુ એક્ઝિબિશન:નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 12મી સપ્ટેમ્બરથી એક સપ્તાહ માટે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાશે

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 100થી વધુ લોકો બાંબુના કલાત્મક બનાવટની તાલીમ લેશે
  • 18 મી સપ્ટેમ્બરે વર્લ્ડ બામ્બુ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાશે

દક્ષિણ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને ડાંગ જિલ્લામાં ઉગતા વાસ માંથી બનતા પરંપરાગત ટોપલા-ટોપલીનો વ્યવસાય હવે ભૂતકાળ બન્યો છે, પાડોશી ચીનને પછાડીને ભારત બાંબુના બિઝનેસમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોટું માર્કેટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આ મુહિમને આગળ ધપાવવા માટે શરૂઆત કરી દીધી છે. આગામી 12થી 18 સપ્ટેમ્બર સુધી સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન બાંબુ રિસોર સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને બાંબુમાંથી બનતી વિવિધ ઉપયોગી ચીજ-વસ્તુઓને લઈને તાલીમ આપવામાં આવશે. કૃષિ યુનિવર્સિટી દ્વારા આ બીજા વર્ષે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 100 થી વધુ ખેડૂતો તાલીમ મેળવશે. સાથે જ 18 મી સપ્ટેમ્બરે વર્લ્ડ બાંબુ ડે નિમિત્તે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ કલાત્મક બાબુના સાધનોનું વેચાણ પણ કરવામાં આવશે.

બિઝનેસ મોડલ બદલાયું
વર્ષો પહેલા વાસ કફત પતંગ અને અગરબત્તીનું જ સીમિત માર્કેટ હતું પણ ભારત સરકારે વાંસના ઉદ્યોગમાં રસ દાખવતા તે હવે માસ નહિ પણ કલાસનો ઉદ્યોગ બની જવા પામ્યો છે. બાંબુ મિશન યોજના અંતર્ગત રાજ્ય અને જિલ્લા,ગ્રામ્ય કક્ષાએ એક ઓફિસ હોય છે. જેમાંથી વાસની ખેતી કરવાને લગતી માહિતી મેળવી શકાય છે અને સરકાર આ ખેતી માટે 5 લાખ સુધી સબસીડી પણ આપે છે.

3Eનો ગુણધર્મ ધરાવતો બાંબુ
હાલમાં, ગુજરાતમાં 200 જેટલી ઇન્ડસ્ટ્રીઝ વાંસના ઉદ્યોગનું પ્રતિનિધિતવ કરે છે. વાંસના વ્યવસાય જેટની સ્પીડથી આગળ વધી રહ્યો છે. વાંસનો ઉદ્યોગ આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક છે પણ બીજી તરફ પર્યાવરણ માટે ઉપયોગી છે. વાંસ હવામાંથી કાર્બન શોષી લે છે અને માનવજાત માટે ઉપયોગી ઑક્સિજન છોડે છે. જેથી વાંસની ખેતી ઇકોનોમિકલી, ઇકોલોજીકલી અને એન્વાયરોમેન્ટલી ફાયદાકારક છે. સમગ્ર વિશ્વમાં વાસનો 1700 બિલિયન ડોલરનો વ્યવસાય છે. જેમાં ભારત આગામી સમયમાં મોટી હિસ્સેદારી ધરાવશે. ભારત સરકાર ખેડૂતોને વાંસના વ્યવસાય તરફ વાળવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે. આ પાકમાં ખાતર પાણી કે અન્ય કોઈ દેખભાળની જરૂર નથી. જેથી ઓછા ખર્ચમાં વધુ નફો અપાવતી ખેતી તરફ દેશમાં મોટા અભિયાન ની શરૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...