સ્થાનિકોમાં ભયનો માહોલ:તપોવનમાં દીપડો દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાલ પરથી પસાર થતો દીપડાનો વિડીયો સો.મીડિયામાં વહેતો થયો

નવસારી તાલુકાના વિરવાડી તપોવન વિસ્તારમાં રાત્રિના સમયે નિર્જન સ્થળે આવેલ દિવાલ પર દીપડો આરામથી પસાર થતા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વહેતો થઈ રહ્યો છે. જેને લઈ તપોવન વિરવાડી ધારાગીરી પંથકના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

સ્થાનિક દિનેશભાઇ પટેલે જણાવ્યું કે બે દિવસ પહેલા વિરવાડી તપોવન વિસ્તારમાં એક કપલ ફરવા ગયું હતું ત્યાં દીપડો આરામ કરતો જોવા મળ્યો હતો. બાદમાં રાત્રિના સમયે દીપડો આજ વિસ્તારમાં આવેલ એક દિવાલ ઉપર આરામથી ગર્જના કરતો પસાર થતો હોય તેવો વિડીયો ચોવીસી-ધારાગીરી સોશિયલ મીડિયામાં ચર્ચાનું સ્થાન બન્યો છે. દીપડાના આંટાફેરાને લઇ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા 20 દિવસમાં બોદાલી ગામેથી બે દીપડા વન વિભાગે મૂકેલા પાંજરામાં પૂરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...