તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દમણના લાયસન્સ પર ચીખલીમાં સિક્યુરિટી ચલાવનારો ભેરવાયો

નવસારી, ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં એક વર્ષથી સિક્યુરિટીનું કામકાજ કરતો હતો

ચીખલીમાં લાયસન્સ વગર સિક્યુરિટી કંપની ખોલનાર સંચાલકની એસઓજીએ અટક કરી હતી. સિક્યુરિટી ગાર્ડના કપડાં પણ કબજે કરી ચીખલી પીઆઇ અજીતસિંહ વાળા તપાસ કરી રહ્યાં છે. નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાએ સિક્યુરિટી પૂરી પાડતી સિક્યુરિટી એજન્સીઓના લાયસન્સની ખરાઈ કરવા માટે જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે એસઓજીને સૂચના આપી હતી.

આ સૂચનાના આધારે એસઓજીની ટીમ મંગળવારે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન એએસઆઇ કિશોર ગુલાબ, હેકો દિનેશ ફૂલસિંઘ અને કિરણભાઈ દિનેશભાઈને બાતમી મળી હતી કે ચીખલી-વાંસદા રોડ પર આલીપોર પાસે એગ્રો પ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં સિક્યુરિટી એજન્સી ચાલી રહી છે અને આ એજન્સીએ કોઇપણ પ્રકારનું અધિકૃત લાયસન્સ લીધું નથી.

આ બાતમીના આધારે પીઆઇ કે.જી.લીમ્બાચીયા અને સ્ટાફ બાતમીવાળા સ્થળ પર પહોંચી સિક્યુરિટી સર્વિસ એજન્સી પાસેથી સર્વિસ એજન્સી ચલાવવાના લાયસન્સ અંગે પૂછપરછ કરી હતી. સર્વિસ એજન્સીના માલિક દેશરાજ ભૈયાલાલ યાદવ (રહે. નિક્કી કોમ્પ્લેક્સ, સીમાબાર, ડાભેલ, દમણ) પાસે સર્વિસ એજન્સી ચલાવવાનું કોઈપણ અધિકૃત લાયસન્સ મળી આવ્યું ન હતું. જેથી તેની અટક કરી ચીખલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દમણના લાયસન્સ પર સિક્યુરિટી ચલાવનારે બે ગાર્ડની પણ નિમણૂંક કરી દીધી હતી અને તેમને પહેરવેશ અને ગાર્ડના સાધનો પણ આપી દીધા હતા.

સિક્યુરિટીનું લાયસન્સ સંઘપ્રદેશ દમણનું હતું
ચીખલીમાં સિક્યોરિટી કંપની ચલાવનાર સંચાલક પાસે દમણનું લાયસન્સ હતું અને તેને આધારે ગુજરાતમાં સિક્યુરિટી ઓફિસ ખોલી હતી. સંઘપ્રદેશ દમણનું લાયસન્સ ગુજરાતમાં ચાલતું નહીં હોય તેની અટક કરી હતી. > કે.જી.લીંબાચીયા, પીઆઇ, એસઓજી

અન્ય સમાચારો પણ છે...