તાકીદ:જલાલપોરના વરસાદી કાંસમાં ગંદુ પાણી મુદ્દે રિપોર્ટ મંગાયો

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાંસમાં વહેતુ ગટરીયું પાણી. - Divya Bhaskar
કાંસમાં વહેતુ ગટરીયું પાણી.
  • પ્રાંત અિધકારીએ વિઝીટ લેવા પણ તાકીદ કરી

નવસારીના જલાલપોર વિસ્તારમાં વરસાદી કાંસમાં જતા ગટરના પાણી મુદ્દે પાલિકાને રિપોર્ટ રજૂ કરવા પ્રાંત અધિકારીએ તાકીદ કરી છે.નવસારીના જલાલપોરના પૂર્ણેશ્વર વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓનું ગંદુ પાણી પાલિકાની ડ્રેનેજમાં નહીં પણ ખુલ્લી વરસાદી કાંસમાં જાય છે,જેથી લોકોને દુર્ગંધનો તો સામનો કરવો પડે છે. સાથે જલાલપોર વિસ્તારમાં જમીનના તળ પણ બગડયાની ફરિયાદ છે.

આ બાબતે પાલિકાના કાઉન્સિલર કેયુરી જયદીપ દેસાઈએ કલેક્ટરમાં પણ રજૂઆત કરી હતી. આ સંદર્ભે કલેકટરે પ્રાંત કચેરીને તાકીદ કરતા પ્રાંત અધિકારીએ પાલિકાના સીઓને પત્ર લખ્યો છે. જેમાં સ્થળ મુલાકાત લઈ મામલતદાર, સીઓને સ્થળ પર હાજર રહી રોજકામનો અહેવાલ ફોટો સહિત તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે. જોકે હજુ પાલિકાએ રિપોર્ટ રજૂ કર્યો છે કે નહીં તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...