• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Red Light Case For Young Men And Women Dreaming Of Going Abroad, Three Young Men And Women Cheated In The Last One And A Half Months In Navsari District

પરદેશના સપના રાખમાં રોળાયા:વિદેશ જવાના સપના જોતા યુવક-યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, નવસારી જિલ્લામાં છેલ્લા દોઢ મહિનામાં ત્રણ યુવક-યુવતી છેતરાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પ્રોસેસ માટે લાખો ઉસેટવાનો ધંધો ફુલ્યો ફાલ્યો

નવસારી જિલ્લો વર્ષોથી NRI પથક તરીકે ઓળખાય છે. અહીં કેનેડા અમેરિકા, લંડન સહિત આફ્રિકામાં મોટા ભાગના પરિવારો સ્થાઇ થયા છે અને મોટેલોની માલિકી પણ ભોગવે છે. જેથી અહીંના યુવક અને યુવતીઓને વિદેશનું વળગણ હોવું તે સ્વભાવિક છે, પણ રાજ્યના મેટ્રોઝ સિટીઝમાં બિલાડીને ટોપની જેમ ફાટી નિલળેલી ફેક ટુરિસ્ટ કંપનીને કારણે અનેક લોકોના લાખો રૂપિયા વિદેશ જવાની લ્હાયમાં ફસાયા છે. છેલ્લા દોઢ મહિનાના અંતરલમાં જિલ્લામાં વિદેશ મોકલવાની લાલચમાં પૈસા ઉસેટવાની ત્રણ જેટલી ફરિયાદો નોંધાઇ છે. વિદેશ મોકલતા દલાલો માત્ર છેતરપિંડી કરીને પૈસા ઉસેટવાનો ધંધો કરી રહ્યા હોવાનું ફલિત થયું છે.

પ્રથમ બનાવ 26 ઓગસ્ટ

શહેરના છાપર રોડના શક્તિ નગરમાં રહેતી 24 વર્ષીય યુવતીને એર હોસ્ટેજ બનાવવાના સપના બતાવાયા હતા. ત્યારે યુવતીને દુબઈ મોકલવાના નામે રૂ. 3.75 લાખ પડાવતા ટુર કંપની સામે ફરિયાદ નોંધાઇ હતી.

બીજો બનાવ 8 સપ્ટેમબર

શહેરમાં રહેતા 41 વર્ષીય મયુરકુમાર કાયસ્થ કમિશન એજન્ટનું કામ કરે છે. તેમની સાથે ઠગાઈ થઈ હતી. મુંબઈના બંટી બાબલી એ લાખોનું ફુલેખું ફેરવ્યું હતું. શહેરના કમિશન એજન્ટને 4 લાખ 61 હજારનો ચુનો ચોપડ્યો હતો. જે અંગે પણ ફરિયાદ નોંધાઇ હતી.

તાજેતરમાં બનેલા કેસમાં રાશિ મોલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઇ રાવલ તેમની પત્ની અને બાળકો સાથે રહે છે અને કન્સ્ટ્રકશન કામ કરે છે. તેમના મિત્રએ કેનેડા જવા માટે ફાઇલ મૂકી હોય તેવો પણ કેનેડા જવા માંગતા હોય તેના મિત્રને વાત કરી હતી. તેમના મિત્રોએ વડોદરામાં વિદેશ મોકલતા એજન્ટ અશ્વિન સોલંકી સાથે ઓળખાણ કરી આપી હતી.તેમની સાથે તેમના પત્ની અને બાળકના બ્રિટિશ કોલમ્બિયા કેનેડા જવા પણ તૈયાર કર્યા હતા. જેમાં એક વર્ષના કરાર અને બે વર્ષમાં પી.આર આપવા માટે એગ્રીમેન્ટ થયા હતા બાદમાં એજન્ટે તેમને હોટલમાં મેનેજર તરીકે કામ માટે એપોઇન્ટમેન્ટ લેટર પણ બતાવ્યો હતો. બાયો ફિગર અને અનેક વિધિ માટે નવસારી અને મુંબઈમાં પણ બોલાવ્યા હતા.આ દરમિયાન સંજય રાવલ વર્ષ દરમિયાન ટુકડે-ટુકડે 7.54 લાખ એજન્ટને ચૂકવ્યા હતા એજન્ટ ગલ્લાતલ્લા કરવા માંગતા તેમને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.જેથી તેમણે ટાઉન પોલીસ મથકે વડોદરાના એજન્ટ અશ્વિન સોલંકી વિરુદ્ધ પ્રથમથી જ છેતરપિંડી કરવાનો ઇરાદો રાખી તેમને તેમની પત્નીને વિદેશમાં બ્રિટિશ કોલમ્બિયા કેનેડા દેશનો વિશ્વાસ અને ભરોસો આપી કુલ 7.54 લાખ લઇ તેમને અને તેમની પત્નીને વિદેશ નહીં મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે

પૈસાની લેતીદેતી કેમેરામાં કેદ કરી

નવસારીમાં વડોદરાનો એજન્ટ અશ્વિન સોલંકી પૈસા લેવા માટે આવતો હતો, જેમાં તેઓ હોટલમાં અલગ-અલગ વિસ્તારમાં બેસીને પૈસાની લેવડની વાતો કરતા હતા. જેથી ફરિયાદી દ્વારા સમગ્ર લેવડદેવડ પોતાના મોબાઈલના કેમેરા દ્વારા શૂટિંગ કરીને સબૂત એકઠા કર્યા હતા અને જે પોલીસને આપ્યા છે. આ સમગ્ર અભ્યાસને આધારે હવે પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...