ન્યાય રેલી:કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય મળે તે માટે વાંસદાના ધારાસભ્ય દ્વારા રેલી યોજવામાં આવી

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરનામાં મૃતકોના પરિવારને 4 લાખ આપવા માંગ

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ગુજરાત રાજ્યમાં અનેક લોકોએ કોરોનામાં સપડાઈને અવસાન પામતા અનેક પરિવારની સ્થિતિ કફોડી બની છે. આવા અનેક પરિવારોને 4 લાખ ની આર્થિક સહાય અને ભોગ બનનાર પરિવારને સરકારી નોકરી મળે તે માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રેલી યોજીને વાંસદાના મામલતદારને આવેદન સુપરત કર્યું હતું.

નવસારીની 4 વિધાનસભા પૈકી એક પર વિજયી થનાર કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ વિવિધ મુદ્દે સરકારે ઘેરી રહ્યા છે.જેના ભાગરૂપે વાંસદા ખાતે ન્યાય રેલીનું આયોજન પોતાના સમર્થકો સાથે કર્યું હતું,વાંસદામાં યોજાયેલી ન્યાયરેલીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા.

ધારાસભ્ય ને આગેવાનીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ પણ જોડાયો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના એપેડેમીક એકટ મુજબ 4 લાખની સહાય અને સરકારી નોકરી આપવાની માંગ મળવી જોઈએ જેમાં તમામને આ હક મળવો જોઈએ આ સમગ્ર મામલે આજે અમે મામલતદારને આવેદનપત્ર આપીને અમારી માંગ સંતોષવા માટે અપીલ કરી છે જો આગામી સમયમાં રાજ્ય સરકાર માંગનો સ્વીકાર ન કરે તો કોંગ્રેસ પક્ષ ધરણા કરશે.

અન્ય સમાચારો પણ છે...