તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેજવાબદાર દોડ:નવસારીના ચીખલીમાં યુવા સંકલ્પ યાત્રા નિમિતે દોડનું આયોજન કરાયું, નિયમોને નેવે મુકાતા સવાલો ઉઠ્યા

નવસારીએક મહિનો પહેલા
  • દોડમાં ભાજપના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ જોડાયા
  • જિલ્લો કોરોના મુક્ત બનતા રાજકારણીઓ નિશ્ચિંત થયા!

બે દિવસ પહેલા નવસારી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે ત્યારે નાગરિકોની સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જાગરૂકતાતથી જિલ્લાને કોરોના મુક્ત બનાવ્યો છે ત્યારે માંડ માંડ સામાન્ય લોકોનું જીવન પાટે ચઢી રહ્યું છે. ત્યારે રાજકારણીઓ ફરિવાર જિલ્લાને કોરોના યુક્ત બનાવવાના પ્રયાસ કરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. જેમાં ચીખલી તાલુકા દ્વારા સ્પોર્ટ ડે નિમિત્તે એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સોશ્યલ ડિસ્ટન્સનું લગીરે પાલન થયું નથી તેવા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં જાતે ભાજપના કાર્યકરો દ્વારા મુકવામાં આવ્યા છે. દોડવીરોએ માસ્ક ન પહેરી તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.યુવા સંકલ્પ યાત્રા નિમિત્તે ગણદેવી વિધાનસભા વિસ્તાર માં ચીખલી ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિ મા આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાનોએ ખૂબ મોટી સંખ્યામાં અને ઉત્સાહથી ભાગ લીધો. તેમજ જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમભાઈ, તેમજ શાંતિલાલભાઈ, મયંકભાઈ,સમીરભાઈ, યુવા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. દોડ મા ભાગ લેનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ અને વિજેતાઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા.

આ દોડમાં કોરોના ગાઈડલાઇન્સ ના નિયમો ના ધજાગરા જોવા મળ્યા હતા, એક તરફ સપ્ટેમ્બર માસમાં ત્રીજી લહેરની આશંકા ને લઈને સરકાર સજ્જ હોવાનું રટણ કરે છે ત્યારે બીજી ચીખલી તાલુકા ભાજપ દ્વારા પ્રકારના આયોજન ને લઇને લોકોમાં ભારે ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...