• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Quantity Of Charas Was Also Seized From The House Of A Woman From Navsari Who Was Caught Selling Charas In Surat, SOG Obtained Transfer Warrant And Started Investigation

ચરસ પ્રકરણ:સુરતમાં ચરસ વેચવાના પ્રકરમાં ઝડપાયેલી નવસારીની મહિલાના ઘરેથી પણ ચરસનો જથ્થો ઝડપાયો, ટ્રાન્સફર વોરંટ મેળવી SOGએ તપાસ આદરી

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી સ્થિત તેના ઘર પર તપાસ કરતા દોઢ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો

સુરતની પોલીસે નવસારીની મહિલાને ચરસ વેચવાના પ્રકરણમાં ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે નવસારી તેના ઘરે તપાસ કરતા ત્યાંથી પણ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે નવસારી એસ.ઓ.જીએ મહિલાની ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવીને તપાસ શરૂ કરી છે.

એપ્રિલમાં સુરતના ડુમસ રોડ પરથી માતા-પુત્ર ચરસના જથ્થા સાથે ઝડપાયા બાદ નવસારી સ્થિત તેના ઘર પર તપાસ કરતા દોઢ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ મહિલાના ઘર પર કુરિયરમાં એક પાર્સલ આવતા તેમાં પણ ડ્રગ્સ જ હોવાની આશંકા સાચી સાબિત થઈ હતી. જેમાં એલસીબી અને જલાલપોર પોલીસે પાર્સલમાં 85 ગ્રામ ચરસ મળી આવતાં પોલીસે ફરિયાદી બની હતી.

આ કેસમાં તપાસ કરતી જલાલપોર પોલીસ પાસેથી તપાસ લઇને SOGને તપાસ સોંપાતા હાલમાં મહિલાની ટ્રાન્સફર વોરંટ થકી કબ્જો મેળવીને તપાસ શરૂ થઈ છે. જેમાં શીતલ નામની મહિલા નીરવ પટેલના સંપર્કમાં હોવાના અને તેના પેડલર તરીકે કામ કરતી હોવાનો ખુલાસો થયો હતો. સાથે દિલ્હીની આરતી ચૌહાણ શીતલને ચોરસ પહોંચાડતી હોવાનો ખુલાસો થયો છે. નીરવ પટેલનું પગેરું શોધવા માટે નવસારી એલસીબી હિમાચલ પ્રદેશ ગઈ હતી પરંતુ તેનો પત્તો ન લાગતાં સમગ્ર મામલે હવે એસ.ઓ.જી.ની ટીમ આ કેસ પર કામ કરી રહી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર નીરવ પટેલની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...