તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધામાં વધારો:નવસારીમાં સરકારી સહિત ખાનગી હોસ્પિટલ મળી 750થી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરાઇ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કલેકટર અને પ્રભારી સચિવનો અધિકારીઓ સાથે ચર્ચા બાદ લેવાયેલો નિર્ણય

નવસારી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે કલેકટર અને પ્રભારી સચિવની અધ્યક્ષતામાં આરોગ્ય, રેવન્યુ, પોલીસ, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર વગેરેની હાજરીમાં કોરોના સંક્રમણને કઈ રીતે અટકાવી શકાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં વધુ 10 હોસ્પિટલ પાસેથી અન્ડરટેકિંગ મેળવી તે હોસ્પિટલોને કોરોના પોઝિટિવ દર્દીઓને પણ દાખલ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નવસારી સિવિલ હોસ્પિટલમાં વધુ 50 બેડ ઓક્સિજન સપ્લાય સાથે ઉભા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીખલી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં 30 દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં 15 જેટલા દર્દીને ઓક્સિજન સાથેના બેડ ઉપલબ્ધ થશે. ઓછા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને oxygen concentrator દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવશે. ચીખલી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં ફિઝિશિયન અને એનેસ્થેટીસ્ટ તબીબો ઉપલબ્ધ છે. આ સાથે ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ 12 દર્દીને દાખલ કરી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સામાન્ય તકલીફો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે તેમજ જરૂર પડે દાખલ કરવામાં આવશે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 126 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં હાલમાં 175 બેડની જોગવાઈ છે. ખાનગી હોસ્પિટલો સાથે મળીને કુલ 750 કરતા વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને અટકાવવા પોલીસ વિભાગ દ્વારા વધુ કડકાઈથી માસ્ક નહીં પહેરનારાને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે ઉપરાંત જે જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોય તેમને પણ દંડ કરવામાં આવશે. નવસારી રેલવેના અધિકારી સાથે મહારાષ્ટ્ર કે દિલ્હીથી આવતી ટ્રેનોમાં જે લોકો આરટીપીસીઆર ટેસ્ટ વગર આવ્યા હોય તેઓની યાદી બનાવીને તેમનો સંપર્ક કરી તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને જો પોઝિટિવ આવશે તો જરૂર જણાય હોમ આઈસોલેશન અથવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

તમામ સરપંચોને પોતાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અટકાયતી પગલાં લેવા વહીવટીતંત્ર મારફતે પત્ર પાઠવવામાં આવ્યા છે. જિલ્લામાં દરરોજના 2000થી વધુ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે. પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશન તેમજ તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. આમ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ મારફતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લોકોએ પણ સમજીને પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે માસ્ક પહેરવો, ભીડવાળી જગ્યાએ જવું નહીં, વારંવાર હાથ ધોવા. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો વગેરેએ જાહેર સ્થળો પર જવાનું ટાળવું જોઈએ. જે વ્યક્તિમાં કોરોના ના લક્ષણો જણાય તેઓએ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ નિદાન તેમજ સારવાર કરાવવી. 45 વર્ષથી વધુ વયના તમામ લોકોએ કોરોના વિરોધી રસી નજીકના કેન્દ્રોમાં જઇને રસી મુકાવી લેવી. તંત્ર અને સૌના સાથ સહકારથી જ કોરોના મહામારીથી બચી શકીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો