વારંવાર અકસ્માત:નવસારીમાં બોલતીઘોર જતા માર્ગ પર અકસ્માતને આમંત્રણ આપી રહેલો ખાડો

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેનેજને અડીને ખાડો હોવાથી લોકોને નજરે ન પડતા વારંવાર અકસ્માત

નવસારીમા બોલતીઘર જતા માર્ગ પર વિઠ્ઠલવાડી સામે વળાંકમાં રસ્તા પર ડ્રેનેજનો ખાડો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો હોવા છતાં નવસારી વિજલપોર નગરપાલિકાનાં શાસકો છ મહિનાથી એક ડ્રેનેજનો ખાડો પુરી શક્યા નથી? વિકાસની મોટી મોટી વાતો કરતા નગરપાલિકાનાં શાસકો કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

વિકાસશીલ નવસારી વિજલપોર શહેરની વાતો કરતા નગરપાલિકાનાં શાસકો છ મહિનાથી એક ડ્રેનેજ નો ખાડો પુરી શક્યા નથી તેવી ફરિયાદો ઉઠી છે. નવસારી શહેરમાં બોલતીઘોર જતા માર્ગ પર વિઠ્ઠલવાડી સામે ચાર રસ્તા વળાંકવાળા રસ્તા પર ડ્રેનેજનો ખાડો પહોળો થઈ જતાં ગટરનાં ઢાંકણથી મોટો ખાડો રાહદારીઓ માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યો છે.

ડ્રેનેજ પર લાગેલી લોખંડની જાળીની બાજુમાં મોટો ખાડો દેખાય આવે છે જે ખાડામાં નાનો બાળક પણ ગરકી શકે તેટલો પહોળો અને ઉંડો ખાડો જોવા મળે છે રાહદારીઓની સલામતી માટે પણ પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિવારણ નહીં આવે તે વિકાસની મોટી-મોટી વાતો કરતા નગરપાલિકાના શાસકો કોઈ દુર્ઘટનાની રાહ જોઈ બેઠા હોય તેવું લોકોને લાગી રહ્યું છે?

6 માસથી જાણ કરી પરિણામ શૂન્ય
સ્થાનિક દુકાનદારોના જણાવ્યા મુજબ રસ્તાના વળાંક પર ડ્રેનેજને અડીને પડેલા ખાડા પર મોટાભાગના વાહનચાલકોની નજર પડતી નથી, જેના કારણે વારંવાર અકસ્માત થવાની ઘટના બનતી હોય છે. રાત્રિ દરમિયાન કઈ કેટલાં રાહદારીઓ આ ખાડામાં પડી ગયા છે. વારંવાર લેખિત ફરિયાદો કરવામાં આવી છે. આ સમસ્યાને છ મહિનાથી વધારે સમય વિતી ગયું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...